તમને ફિલ્મ ગુલાબો સિતાબો નામ પાછળની સ્ટોરી ખબર છે?, આ વાંચો

19 May, 2020 09:45 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

તમને ફિલ્મ ગુલાબો સિતાબો નામ પાછળની સ્ટોરી ખબર છે?, આ વાંચો

ઉત્તર પ્રદેશનાં કાયસ્થ પરિવારે કર્યું હતું અને સાંઇઠનાં દાયકાથી ગુલાબો સિતાબો લોકોમાં ભારે પૉપ્યુલર છે.

શૂજીત સરકારની ફિલ્મ ગુલાબો સિતાબો જલદી જ એમેઝોન પ્રાઇમ પર જોવા મળશે અને લોકોને ખબર છે કે અમિતાભ બચ્ચન એક લખનૌવી વૃદ્ધ છે અને મકાન માલિક છે અને આયુષ્માન ખુરાના તેમનો ભાડુઆત છે. શૂજીત સરકારને જ્યારે તેમની આ ફિલ્મનાં નામ અંગે પુછાયું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે ફિલ્મ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે, જો કે ઉત્તર પ્રદેશમાં નિયમિત રીતે ચાલતા કઠપુતળીનાં ખેલમાં ગુલાબો સિતાબો આ બંન્ને પાત્રો બહુ જાણીતા છે તેમ જાણવા મળ્યું છે. ગુલાબો અને સિતાબો આ બે પાત્રોનાં સંદર્ભો ઉત્તરપ્રદેશની અનેક લોક કથાઓ, ગીતો અને કિસ્સાઓનો ભાગ છે. કઠપુતળીનાં ખેલ હવે આમ તો લુપ્ત થઇ રહેલી લોક કળા છે પણ લાગે છે કે શૂજિત સરકારની ફિલ્મનાં નામને કારણે આ ફરી ચર્ચામાં આવી જશે. ગુલાબો સિતાબોની વાર્તામાં તે ક્યારેક દેરાણી જેઠાણી હોય છે તો ક્યારેક એક જ માણસને પ્રેમ કરનારી બે સ્ત્રીઓની વાર્તાનો ખેલ પણ તેમાં થાય છે. બે સ્ત્રીઓ વચ્ચેની નોક ઝોંક કઠપુતળીઓનાં ખેલની હિસ્સો હોય છે અને લાગે છે શૂજિતે આ નામ જાણે બે પાત્રો વચ્ચે થતી મીઠી કચકચનાં પ્રતીક તરીકે વાપર્યું હોઇ શકે છે. ગુલાબો સિતાબોનાં પાત્રને પારંપરિક રીતે ઉત્તર પ્રદેશનાં કાયસ્થ પરિવારે કર્યું હતું અને સાંઇઠનાં દાયકાથી ગુલાબો સિતાબો લોકોમાં ભારે પૉપ્યુલર છે. કઠપુતળીનાં ખેલમાં ગુલાબો-સિતાબો વચ્ચે થતા ઝગડાઓથી પ્રેરાઇને મકાન માલિક અને ભાડુઆત વચ્ચે થતા ઝગડાઓની આ ફિલ્મી કથાને ગુલાબો-સિતાબો નામ અપાયું હોઇ શકે છે.કઠપુતળી કલાકાર અલખ નારાયણ શ્રીવાસ્તવને કારણે ગુલાબો સિતાબોનાં ખેલને બહુ જ પ્રખ્યાતી મળી છે અને તેમના પરિવારે આ કળાને જીવંત રાખી છે.

shoojit sircar amitabh bachchan ayushmann khurrana bollywood news entertainment news