પરિણીતી સાથેની કૉફી ડેટ 4000 મજૂરોનાં પરિવારને જમાડશે

07 May, 2020 09:25 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પરિણીતી સાથેની કૉફી ડેટ 4000 મજૂરોનાં પરિવારને જમાડશે

ફેનકાઇન્ડ અને ગીવ ઇન્ડિયા મિશનની આ પહેલમાં જે રાશન કિટ અપાશે તેમાં દાળ, ચોખા, મીઠું, મસાલા,ચા, ખાંડ, તેલ, લોટ જેવી વસ્તુઓ હશે.

બૉલીવુડની અભિનેત્રી પરિણીતી ચોપરાએ એક અનોખી પહેલ કરીને એક હજાર દાડિયા મજૂરોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. જો તમે પરિણીતી ચોપરા સાથે ડેટ પર જશો તો મળશે 1000 મજૂરોનાં પરિવારોને મદદ. બૉલીવુડના સિતારાઓએ પોતાની તરફથી અનેક કોરોના વાયરસ સંકટમાં મદદ જાહેર કરી છે. કેટલા સિતારાઓએ કોઇ ઝૂંબેશ ચલાવી, તાજેતરમાં આઇ ફોર ઇન્ડિયા કોન્સર્ટ થયો જેમાં પણ અનેક સિતારાઓએ ભાગ લીધો. હવે પિરણીતી એક એવા અભિયાન સાથે જોડાઇ છે તેનાથી તે કામદારોને રાશન પુરું પાડી શકશે.

આ પહેલા દ્વારા જે પણ ભંડોળ એકઠું થશે તેમાંથી વંચિતોને રાશન પુરું પડાશે અને આ વિતરણ મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર અને તમિલનાડુમાં કરાશે. પરિણીતી પાંચ લકી વિનર્સ સાથે વર્ચ્યુઅલ કૉફી ડેટ પર જશે. પરિણીતીએ કહ્યું કે, “લાખો મજૂરો પાસે અત્યારે કામ નથી અને તેઓ કોઇને કોઇ રીતે પેટિયું રળવા મહેનત કરી રહ્યા છે. કોઇએ ભૂખ્યા પેટે ન સુવું જોઇએ અને આ માટે કંઇપણ કરી શકાતું હોય તો કરવું જ જોઇએ.” ફેનકાઇન્ડ અને ગીવ ઇન્ડિયા મિશનની આ પહેલમાં જે રાશન કિટ અપાશે તેમાં દાળ, ચોખા, મીઠું, મસાલા,ચા, ખાંડ, તેલ, લોટ જેવી વસ્તુઓ હશે અને તે ચાર જણનાં પરિવારને પુરતી હોય તેટલા પ્રમાણમાં હશે. ATA ચંદ્રા ફાઉન્ડેશને પણ આ પહેલમાં હાથ જોડ્યા છે અને જેટલું ભંડોળ એકઠું થશે તેમાં તે 25 ટકા ઉમેરશે જેનો પ્રભાવ મોટો હશે.

પરિણીતી જે અર્જુન કપૂરની બહેન અંશુલા સાથે ફેનનકાઇન્ડ ઇનિશ્યેટિવમાં પહેલ કરી છે તેણે કહ્યું કે, “બે છેડા ભેગાં કરવાની જેમને તકલીફ હોય તેમને માટે આટલું તો કરવું જ જોઇએ.આપણે લોકોની જિંદગીમાં જેટલો ફરક લાવી શકીએ તેટલું ઓછું છે. આ ફંડ રેઝર ખાસ એ રીતે તૈયાર કરાયું છે કે તમે તેમાં મારી સાથે વર્ચ્યુઅલ કૉફી ડેટ પર જઇ શકશો અને હું રાહ જોઉં છું કે તમારી સાથે મજાની કૉફી ડેઇટ પર વાતો કરી શકું. ચાલો આપણે આ કપરા સંજોગોમાં એક થઇએ અને જેમને જરૂર છે તેમને મદદ કરીએ.”

parineeti chopra bollywood covid19 coronavirus