‘પોતાનો ફેવરિટ પાયજામો પહેરીને પ્રીમિયરમાં આવજો!’ : મનોજ બાજપાઇ

17 April, 2020 04:43 PM IST  |  Mumbai | Nirali Dave

‘પોતાનો ફેવરિટ પાયજામો પહેરીને પ્રીમિયરમાં આવજો!’ : મનોજ બાજપાઇ

મનોજ બાજપાઇ

નેટફ્લિક્સ ઉપર ૧ મેએ ‘મિસિસ સિરિયલ કિલર’ નામની થ્રિલર ફિલ્મ રિલીઝ થવાની છે. શિરીષ કુંદરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે અને ફારાહ ખાન આ ફિલ્મની પ્રોડ્યુસર છે. આ ફિલ્મમાં એવી પત્નીની વાત છે જેના પતિ પર સિરિયલ મર્ડર્સનો ખોટો આરોપ હોય છે અને પોતાના નિર્દોષ પતિને જેલમાંથી છોડાવવા માટે તે એક પછી એક મર્ડર કરવા મજબૂર બને છે. આ ફિલ્મમાં બૉલીવુડ-ઍક્ટ્રેસ જૅકલિન ફર્નાન્ડિસ લીડ રોલમાં છે. જૅકલિન સાથે જાણીતા અભિનેતા મનોજ બાજપાઈ અને ‘મહાદેવ’ સિરિયલ ફેમ તથા છેલ્લે ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં દેખાયેલો મોહિત રૈના જોવા મળશે, તો આમિર ખાનની ભત્રીજી ઝ્‍યાન મૅરી ખાન પણ આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે.

‘મિસિસ સિરિયલ કિલર’ના પ્રીમિયરને લઈને જૅકલિને એક ફની વિડિયો શૅર કર્યો હતો જેમાં તે મનોજ બાજપાઈ સાથે વિડિયો-કૉલ કરી રહી છે અને બન્ને ફિલ્મના પ્રીમિયરમાં શું પહેરવું એની ચર્ચા કરી રહ્યાં છે. મનોજ બાજપાઈ જૅકલિનને યાદ અપાવે છે કે લૉકડાઉન છે એટલે હું કમ્ફર્ટેબલ શૉર્ટ્સ પહેરીશ. જોકે જૅકલિન આ પ્રીમિયરની તૈયારી ઘણા સમયથી કરતી હોય છે એટલે તે ગુસ્સે થઈ જાય છે અને મનોજને એના પર સૂટ પહેરવાનું કહે છે. મનોજ બાજપાઈએ આ વિડિયો શૅર કરીને લખ્યું છે, ‘તમારો ફેવરિટ પાયજામો પહેરીને પૉપકૉર્ન રેડી રાખજો. ૧ મેએ મિસિસ સિરિયલ કિલર નેટફ્લિક્સ પર આવશે.’

jacqueline fernandez manoj bajpayee bollywood news