કિરણ ખેરની બ્લડ કેન્સરની સારવાર ચાલતી હોવાની વાતને અનુપમ ખેરે પુષ્ટિ આપી

01 April, 2021 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કિરણ ખેરની માંદગી અંગે કિરણ ખેરના સાથી અને બીજેપી ચંદીગઢના મેમ્બર અરુણ સુદે બુધવારે એક સ્પેશ્યલ પ્રેસ કોન્ફરન્સમાં કિરણની બિમારી વિશે વાત કરી હતી.

અનુપમ ખેર, કિરણ ખેર અને સિકંદર ખેર તસવીર - એએફપી

ગુરુવારે અભિનેતા અનુપમ ખેરે એ વાતને પુષ્ટિ આપી કે તેમનાં પત્ની અભિનેત્રી અને ભાજપા સાંસદ કિરણ ખેરને મલ્ટિપલ માયલોમા એટલે કે એક પ્રકારના બ્લડ કેન્સરની બિમારી છે. અનુપમ ખેરે પોતનાં પત્નીને એક બહાદુર ફાઇટર કહ્યાં. 

અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર આ અંગે પોસ્ટ શેર કરી અને કહ્યું કે કોઇ ખોટી અફવાઓમાં ન આવી જાય માટે સિકંદર અને હું લોકોને આ અંગે સાચી માહિતી આપવા માંગીએ છીએ. તેણે આ પોસ્ટમાં કિરણ ખેરને કયા પ્રકારનું બ્લડ કેન્સર થયું છે તે જણાવ્યું અને એમ પણ લખ્યું કે તેમની હાલમાં સારવાર ચાલી રહી છે અને તે આ સ્થિતિમાંથી વધારે સ્વસ્થ અને મજબુત થઇને બહાર આવશે તેવી અમને ખાતરી છે. તેમણે આ પોસ્ટમાં ડૉક્ટર્સનો પણ આભાર માન્યો અને કિરણ ખેર તેમને લોકોનો જે પ્રેમ મળે છે તેનાથી ગદગદ છે તેમ પણ કહ્યું.  તેમની તબિયત સુધારા પર છે અને તેઓ સૌનો તેમના સહકાર બદલ આભાર માને છે. 

કિરણ ખેરના દીકરા સિકંદર ખેરે પણ આ જ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. 

કિરણ ખેરની માંદગી અંગે કિરણ ખેરના સાથી અને બીજેપી ચંદીગઢના મેમ્બર અરુણ સુદે બુધવારે એક સ્પેશ્યલ પ્રેસ કોન્ફરન્સમાં કિરણની બિમારી વિશે વાત કરી હતી. સૂદે કહ્યું કે કિરણ ખેર 2020થી પોતાનો ઇલાજ કરાવી રહ્યાં છે અને હવે તે રિકવરીની રાહમાં છે.સૂદે જણાવ્યું કે, ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ તેમને ચંદીગઢવાળા ઘરમાં ફ્રેક્ચર થતાં જ્યારે ઇલાજ કરાવવા ગયાં ત્યારે તેમનામાં મલ્ટીપલ માયલોમાના શરૂઆતી લક્ષણો જોવામાં આવ્યા હતા. આ બિમારી તેના જમણા હાથથી ખભા સુધી ફેલાઇ ગઇ.  તેઓ 4 ડિસેમ્બર 2020થી મુંબઇમાં ઇલાજ કરાવી રહ્યાં છે.સૂદની આ જાહેરાત પછી આજે અનુપમ ખેરે આ પોસ્ટ મુકીને ચોખવટ કરી હતી. 

 

 

anupam kher kirron kher sikander kher bollywood news