જયા બચ્ચનને મળ્યું બર્થડે વિશ તો શ્વેતા બચ્ચનને ભાઇએ ખીજવી

09 April, 2020 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જયા બચ્ચનને મળ્યું બર્થડે વિશ તો શ્વેતા બચ્ચનને ભાઇએ ખીજવી

જયા બચ્ચનની થ્રોબેક તસવીર શ્વેતા બચ્ચનનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર

બચ્ચન પરિવારનાં ફરજંદ શ્વેતા અને અભિષેક તથા તેમના સુપરસ્ટાર પિતા અમિતાભ જૂની તસવીરો શેર કરવાને મામલે એક્સપર્ટ છે. તેમનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પરથી તમને જાતભાતની જૂની યાદોમાં ડોકિયું કરવાનો મોકો મળી શકે છે.આજે જયા બચ્ચનનો બર્થડે છે ત્યારે શ્વેતા બચ્ચન, અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચને જયા બચ્ચનને થ્રોબેક ફોટોગ્રાફ્સથી જ વિશ કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર શ્વેતાએ તેની મમ્મીને વિશ કર્યું  અને એક જુની તસવીર શેર કરીને સાથે પ્રખ્યાત કવિ ઇ ઇ કમિંગ્ઝની કવિતાની પંક્તિઓ ટાંકી. જેનો અર્થ થાય છે કે હું તારું હૈયું મારા હૈયામાં રાખીને જીવું છું.  જો કે આ પોસ્ટમાં તેની દીકરી નવ્યા નંદા અને અભિષેકે તેની ફિરકી લઇ નાખી. નવ્યાએ આ પોસ્ટ પર ટિપ્પણી કરી કે તું અહીં પણ ડે ડ્રિમિંગ કરે છે. તો અભિષેક બચ્ચને લખ્યું કે- એટલું સારું છે કે એના હાથમાં ફોન નથી.જુઓ આ પોસ્ટ.

 અભિષેક બચ્ચન તેની મમ્મીનો લાડકો છે અને તેણે તેની મમ્મીને બહુ સરસ રીતે વિશ કર્યું.

 અમિતાભ બચ્ચને એ દરેકને થેંક્યુ કહ્યું જેમણે જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છાઓ આપી. 

 જયા બચ્ચન પાંચ દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે અને તેમણે કોમર્શિયલ અને ક્લાસિક ફિલ્મોમાં અભિનય કર્યો છે. 

amitabh bachchan bollywood bollywood news abhishek bachchan jaya bachchan shweta bachchan nanda entertainment news