અમિતાભ બચ્ચનને Covid-19 પૉઝિટીવ, હવે અભિષેક પણ સંક્રમિત

12 July, 2020 12:16 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અમિતાભ બચ્ચનને Covid-19 પૉઝિટીવ, હવે અભિષેક પણ સંક્રમિત

અમિતાભ બચ્ચન - અભિષેક બચ્ચન

અમિતાભ બચ્ચને હમણાં જ ટ્વિટર પર માહિતી આપી છે કે તેમને કોરોનાવાઇરસ એટલે કે Covid-19 પૉઝિટવ આવ્યો છે અને તેઓ હાલમાં હૉસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે લખ્યું છે કે હૉસ્પિટલ પણ એ તમામ ઑથોરિટીઝને જાણ કરી રહી છે. વળી કુટુંબના તમામ અને સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરાયો છે અને રિઝલ્ટની રાહ જોવાઇ રહી છે. તેમને નાણાવટી હૉસ્પિટલમા દાખલ કરાયા છે. આ સમાચાર હજી તાજા જ છે ત્યાં જાણ થઇ છે કે અભિષેક બચ્ચનને પણ કોરોના પૉઝિટીવ છે.

તેમણે ટ્વીટમાં લખ્યું છે કે છેલ્લા દસ દિવસમાં જેટલા પણ લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય તેમણે પણ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો. તેઓ જલ્દી સાજા થઇ પાછા ફરે તેવી તેમના દરેક ચાહકોની પ્રાર્થના અને મિડ-ડે.કોમની પણ એ જ અભ્યર્થના અને ઉર્જા. 

coronavirus covid19 bollywood amitabh bachchan