અક્ષય કુમારે મુંબઇ પોલીસને Covid-19નાં લક્ષણ પારખનારા રિસ્ટબેન્ડ આપ્યાં

14 May, 2020 09:10 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અક્ષય કુમારે મુંબઇ પોલીસને Covid-19નાં લક્ષણ પારખનારા રિસ્ટબેન્ડ આપ્યાં

અક્ષય કુમારે 1000 આવા GOQii બેન્ડનું 3.0 વર્ઝન મુંબઇ પોલીસને દાન કર્યું છે જેથી પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની કાળજી રાખવી સરળ પડે.

અક્ષય કુમારે મુંબઇ પોલીસ માટે 2 કરોડનું દાન તો કર્યું છે પણ હવે તેણે Covid-19નાં લક્ષણો કોઇ પોલીસ કર્મીમાં છે કે કેમ તેની ઝડપથી ખબર પડી શકે તેવા GOQii બ્રાન્ડનાં 1000 હેન્ડ બેન્ડદાનમાં આપ્યા છે. અક્ષય કુમાર તેનો બ્રાન્ડ એમ્બેસેડર છે.સેન્સર ધરાવતા આ હેન્ડબેન્ડને કારણે Covid-19નાં લક્ષણ તે પહેરનાર વ્યક્તિમાં દેખાશે તો સેન્સર તરત તે જાણી શકશે. અક્ષય કુમારે 1000 આવા GOQii બેન્ડનું 3.0 વર્ઝન મુંબઇ પોલીસને દાન કર્યું છે જેથી પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની કાળજી રાખવી સરળ પડે તથા તેમની તંદુરસ્તી ટ્રેક કરી શકાય. કોઇપણ હેલ્થબેન્ડની માફક આ પણ કેલરીઝ, હ્રદયની ગતિ, બ્લડપ્રેશર, તાપમાન વગેરેનું ધ્યાન રાખશે અને કોરોનાવાઇરસનાં કોઇપણ લક્ષણોને પણ પકડી પાડશે. આમ થવાથી સંક્રમિત વ્યક્તિને જલદી જ દૂર કરી શકાશે અને તેનો પ્રસાર અટકાવી શકાશે. ખાસ કરીને શરીરનું તાપમાન દર્શાવી આ બેન્ડ લક્ષણોની ચેતવણી આપનારું સાબિત થશે કારણકે તે Covid-19નું પહેલું લક્ષણ છે. વિશેષ અલ્ગોરિધમ ધરાવતા આ બેન્ડથી રોગનું પ્રસારણ અટકાવવામાં મદદ થશે તેમ GQQiiનાં સીઇઓ વિશાલ ગોંડલે જણાવ્યું હતું. આ બેન્ડ ભારતમાં સમયાંતરે વધુ માત્રામાં ઉપલબ્ધ થશે અને તેને અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, જાપાન, યુએઇ, સિંગાપોર અને અન્ય દેશોમાં લોન્ચ કરવાની પણ વાત ચાલે છે. હાલમાં ભારતમાં પણ અમુક જ સંખ્યામાં તે અવેલેબલ છે અને ફ્રંટલાઇન કોરોનાફાઇટર્સ માટે તેનો ઉપયોગ તત્કાલ અમલમાં મુકાશે. આ માત્ર એક સ્ક્રિનિંગ ડિવાઇસ છે નહીં કે સારવારનું ઉપકરણ.

coronavirus covid19 akshay kumar mumbai police