એકવાર ફરીથી બગડી Amitabh Bachchanની તબિયત, સર્જરીની છે જરૂર

28 February, 2021 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એકવાર ફરીથી બગડી Amitabh Bachchanની તબિયત, સર્જરીની છે જરૂર

અમિતાભ બચ્ચન

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના ફૅન્સ માટે ખરાબ સમાચાર છે. ફરીથી બિગ-બીની તબિયત બગડી ગઈ છે. આ વાતની જાણકારી અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. તેમણે પોતાના બ્લૉગ અને ટ્વિટર પર પોસ્ટ લખીને પોતાની તબિયત વિશે જાણકારી આપી છે. અમિતાભ બચ્ચને જણાવ્યું તે તેમને સર્જરીની જરૂર છે.

અમિતાભ બચ્ચને શનિવારે પોતાના બ્લૉગમાં એક લાઈન લખીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું છે, 'મેડિકલ કંડીશન...સર્જરી.. કઈ લખી નથી શકતો.' અમિતાભ બચ્ચનનો આ બ્લૉગ હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. તેમ જ પોતાના ટ્વિટમાં લખ્યું, 'કુછ જરૂરત સે જ્યાદા બઢ ગયા હૈ. કુછ કાટને પર સુધરને વાલા હૈ. જીવન કાલ કા કલ હૈ યે, કલ હી પતા ચલેગા કૈસે રહે વે.'

તેમ જ અમિતાભ બચ્ચની તબિયત વિશે જાણકારી મળતા જ ફૅન્સ અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ જલદીથી તેમની સાજા થવાની કામના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને હાલમાં જ બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 52 વર્ષ પૂર્ણ કર્યા છે. થોડા દિવસ પહેલા પોતાના જૂના દિવસોને યાદ કરીને પોતાની થ્રૉબેક તસવીરો સોશિયલ મીડિયા પર ફૅન્સ સાથે પોસ્ટ કરી હતી.

તેમ જ અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ પોતાની ઘણી ફિલ્મો લઈને ચર્ચામાં છે. આ વર્ષે અમિતાભની બે ફિલ્મો ઝુંડ અને ચહેરેની રિલીઝ ડેટની ઘોષણા કરવામાં આવી છે, જે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલ બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટની ઘોષણા થવાની બાકી છે. જેને અયાન મુખર્જીએ નિર્દેશિત કરી છે. અમિતાભે ટ્વિટ કર્યું - ચેહરે, ઝુંડ, બ્રહ્માસ્ત્ર છે કેટલીક આવનારી ક્ષણ. જલદી શરૂ થશે, ફૂટશે નારિયેળ. હકીકતમાં આ ટ્વિટ દ્વારા બિગ-બીએ પોતાની કેટલીક વધુ ફિલ્મોના શરૂ થવાના સંકેત આપ્યા છે.

અમિતાભ બચ્ચનની ફિલ્મ ચેહરે 30 એપ્રિલના રોજ થિયેટરોમાં આવશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પહેલીવાર ઈમરાન હાશ્મી સાથે સ્ક્રીન પર નજર આવશે. આ મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મ છે, જે રૂમી જાફરીએ નિર્દેશિત કર્યું છે. ઝુંડનું નિર્દેશન સૈરાટ ફૅમ નાગરાજ મંજુળેએ કર્યું છે. આ એક સ્પોર્ટ્સ ફિલ્મ છે. ઝુંડ 18 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. તેમ જ બ્રહ્માસ્ત્ર એક મેગા બજેટ ફિલ્મ છે, જેમાં અમિતાભ પહેલીવાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન સ્પેસ શૅર કરી રહ્યા છે. આ માઈથોલૉજિકલ સુપરહીરો ફિલ્મ છે. કરણ જોહર નિર્મિત બ્રહ્માસ્ત્ર એક ટ્રિલોજી છે.

amitabh bachchan bollywood bollywood news entertainment news