2021 માટે એક પણ રેઝોલ્યુશન નથી લીધું અમિતાભ બચ્ચને

02 January, 2021 01:24 PM IST  |  Mumbai

2021 માટે એક પણ રેઝોલ્યુશન નથી લીધું અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને આ વર્ષે એક પણ રેઝોલ્યુશન નથી લીધું. નવા વર્ષની શરૂઆતમાં મોટા ભાગે લોકો તેઓ આ નવા વર્ષમાં શું કરવા માગે છે એ અનુસાર રેઝોલ્યુશન લે છે. જોકે અમિતાભ બચ્ચને આ વર્ષે નથી લીધું. આ વિશે વાત કરતાં અમિતાભ બચ્ચને બ્લૉગ પર લખ્યું હતું કે ‘૨૦૨૦ના સંપૂર્ણ વર્ષ પછી આ લખવું વિચિત્ર લાગી રહ્યું છે. ૨૦૨૦નું વર્ષ ખૂબ જ વિચિત્ર રહ્યું હતું. આગામી એટલે કે આ વર્ષ પણ થોડું વિચિત્ર બની શકે છે. જોકે ગયા વર્ષ કરતાં તો સારું રહેશે. ૧.૧.૨૧ને જોઈને જ ફીલ થાય છે કે એ અટેન્શન માગી લેશે. આ વર્ષે કોઈ રેઝોલ્યુશન નથી લઈ રહ્યો. જે કરવું પડશે એ કરવું જ પડશે. રૂટીન હવે નહીં બદલાય. જોકે આ રૂટીનમાં આશા, ખુશી અને કાળજીનો સમાવેશ થયો છે.’

amitabh bachchan bollywood bollywood news