બાટલા હાઉસએ નવ દિવસમાં કર્યો 69.99 કરોડનો બિઝનેસ

25 August, 2019 12:19 PM IST  |  મુંબઈ

બાટલા હાઉસએ નવ દિવસમાં કર્યો 69.99 કરોડનો બિઝનેસ

‘બાટલા હાઉસ’

૧૫મી ઑગસ્ટે રિલીઝ થયેલી ‘બાટલા હાઉસ’એ નવ દિવસમાં કુલ મળીને ૬૯.૯૯ કરોડનો બિઝનેસ કર્યો છે. જૉન એબ્રાહમે આ ફિલ્મમાં ઍક્ટિંગ તો કરી જ છે પરંતુ એને પ્રોડ્યુસ પણ કરી છે. ફિલ્મને નિખીલ અડવાણીએ ડિરેક્ટ કરી છે. ૨૦૦૮માં દીલ્હીનાં જામિયા નગરનાં બાટલા હાઉસ વિસ્તારમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતાં. આ એન્કાઉન્ટર પરથી જ ‘બાટલા હાઉસ’ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : સોનમને આયોડિનની ઊણપ વર્તાતાં લોકોને ભોજનમાં મીઠું લેવાની આપી સલાહ

આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ ફિલ્મે પહેલા દિવસે ૧૫.૫૫ કરોડનું કલેક્શન કર્યું હતું અને શુક્રવાર સુધીમાં ‘બાટલા હાઉસ’એ બૉક્સ-ઑફિસ પર ૬૯.૯૯ કરોડનું કલેક્શન કરવામાં સફળતા મેળવી છે.

john abraham bollywood news