ઉત્તરાખંડમાં આવેલા કુદરતી કેર પર બૉલીવુડ ચિંતિત

08 February, 2021 11:24 AM IST  |  Mumbai | Agencies

ઉત્તરાખંડમાં આવેલા કુદરતી કેર પર બૉલીવુડ ચિંતિત

ઉત્તરાખંડમાં આવેલા કુદરતી કેર પર બૉલીવુડ ચિંતિત

ઉત્તરાખંડના ચમોલીમાં ગઈ કાલે સવારે ગ્લૅસિયર તૂટતાં ભારે તારાજી સર્જાઈ છે. આ સાથે જ ધોલી ગંગા નદીમાં પૂર આવ્યું છે. એને કારણે નદીમાં જળ સ્તર વધી રહ્યો છે. તો બીજી તરફ રિશી ગંગા પાવર પ્રોજેક્ટમાં કામ કરતા સેંકડો કામગારો પણ મિસિંગ છે. આસપાસના અનેક જિલ્લાઓ જેવા કે પૌરી, તેહરી, રુદ્રપ્રયાગ, હરિદ્વાર અને દેહરાદૂનને અલર્ટ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે જ રાહત અને બચાવકાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે પણ આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે.
ઉત્તરાખંડમાં ગ્લૅસિયર તૂટવાનાં જે વિઝ્યુઅલ્સ છે એ ખરેખર ભયાવહ છે. દરેકની સલામતી માટે ચિંતા અને પ્રાર્થના કરુ છું.
- અક્ષયકુમાર
ઉત્તરાખંડમાં ગ્લૅસિયર તૂટવાની ઘટના વિશે સાંભળીને આઘાત લાગ્યો છે. દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું.
- શ્રદ્ધા કપૂર
હિમાલયમાં અનેક બંધ બાંધવામાં આવતાં આ ઘટના સર્જાઈ છે. ચમોલીના લોકો માટે પ્રાર્થના કરું છું. મદદ માટે ડિઝૅસ્ટર ઑપરેશન્સ સેન્ટર નંબર ૧૦૭૦ અથવા તો ૯૫૫૭૪ ૪૪૪૮૬ પર સંપર્ક કરો.
- દિયા મિર્ઝા
ઉત્તરાખંડ અમે તમારી સાથે છીએ.
- સોનુ સૂદ

bollywood bollywood news bollywood ssips entertainment news uttarakhand