બૉલીવુડે વડાપ્રધાનને આપી જન્મદિવસની શુભેચ્છાઓ

17 September, 2020 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલીવુડે વડાપ્રધાનને આપી જન્મદિવસની શુભેચ્છાઓ

ફાઈલ તસવીર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)નો આજે 70મો જન્મદિવસ છે. આ અવસરે બૉલીવુડ સેલેબ્સ પણ તેમને જન્મદિવસની વધામણી આપી રહ્યાં છે. સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને વડાપ્રધાનને વિશ કર્યું છે. કંગના રનોટ (Kangana Ranaut),અનુપમ ખેર (Anupam Kher), હેમા માલિની (Hema Malini), ફિલ્મમેકર મધુર ભંડારકર (Madhur Bhandarkar),અનિલ કપૂર (Anil Kapoor) સહિતના સેલેબ્સે જન્મદિવસની શુભેચ્છાઓ મોકલી છે.

કંગના રનોટે ટ્વીટર પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તેના અને તેના ફોલોઅર્સ વતી વધામણી આપી. વીડિયોમાં અભિનેત્રી કહે છે કે, 'તમારી સાથે ક્યારેય વાતચીત કરવાનો ચાન્સ હજુ મળ્યો નથી. મને નથી લાગતું કે આટલો બધો પ્રેમ, આદર આજ સુધી કોઈ પીએમને મળ્યો હોય. અમે તમારી લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. અમે ઘણા લકી છીએ કે અમને તમારા જેવા પીએમ મળ્યા છે.'

હેમા માલિનીએ લખ્યું છે કે, 'નવા અને આત્મનિર્ભર ભારતના સ્થાપક અને સૌથી લોકપ્રિય નેતા, દેશના પ્રધાનસેવક અને જાહેર જીવનમાં આપણા વાલી શ્રી નરેન્દ્ર મોદી જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ભગવાન સર્વશક્તિમાન નરેન્દ્રમોદીને સારા સ્વાસ્થ્ય અને ભારત માતાની સેવામાં લાંબુ જીવન આપે તે માટે આશીર્વાદ આપે.'

અનુપમ ખેરે વીડિયો પોસ્ટ કરતા લખ્યું છે કે, 'આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન તમને લાંબુ અને સ્વસ્થ્ય જીવન આપે, તેવી મારી ભગવાનને પ્રાર્થના છે.'

કિરણ ખેરે શુભેચ્છા આપતા લખ્યું છે કે, 'નિખાલસ નેતૃત્વ, અથાક મહેનતનું પ્રતીક અને લોક કલ્યાણનું પ્રતિબિંબ. ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે સ્વસ્થ રહો, મજબૂત રહો અને હંમેશાં ભારત દેશની સેવા કરો.'

મધુર ભંડારકરે લખ્યું છે કે, 'માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જીને જન્મદિવસ ની શુભકામના. ભગવાન ગણેશ હંમેશાં તમને ઘણી શક્તિ, સુખ અને સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ આપે.'

બોની કપુરે શુભેચ્છા આપતા કહ્યું હતું કે, 'અમારા પ્રિય પીએમ નરેન્દ્ર મોદીજી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન તમને ભારતની સેવા કરવા માટે સુખ, સારા સ્વાસ્થ્ય અને શાશ્વત ઉર્જાની કૃપા કરે.'

અનિલ કપૂરે લખ્યું હતું કે, 'અમારા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ને જન્મદિવસની ખૂબ ખૂબ ખૂબ શુભકામના. તે જે પણ કરે છે તેમાં, તે રાષ્ટ્ર અને તેના લોકોના શ્રેષ્ઠ હિત વિશે વિચારે છે. મોદીજી, આજે અને હંમેશાં તમારી સેવા બદલ આભાર.'

અભિષેક બચ્ચને લખ્યું હતું કે, 'આપણા આદરણીય માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જીને જન્મદિવસની શુભેચ્છા.'

રિતેશ દેશમુખે કહ્યું છે કે, 'અમારા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છા. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય આપે.'

લતા મંગેશકરે શુભેચ્છા આપતા કહ્યું કે, 'નમસ્તે આદરણીય નરેન્દ્ર ભાઈ. તમારા જન્મદિવસ પર તમને શુભેચ્છાઓ. ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે, તમે દીર્ધાયુષ્ય થાવ આ મારી ઇચ્છા છે.'

રણવીર શોરીએ લખ્યું હતું કે, 'પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ 21 મી સદીમાં પસાર થતા એક અબજ કરતા વધુ લોકોની આશા અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરો છો. તેમના સપના અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે તમારા લાંબા અને સ્વસ્થ જીવનની ઇચ્છા રાખુ છું. તમારી સખત મહેનત અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ આભાર.'

રણદીપ હુડાએ લખ્યું હતું કે, 'ભારતને તેના નવા સ્વયં તરફ દોરી રહેલા માણસને .. આપણા પ્રિય પ્રધાનમંત્રી મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આશા છે કે તેમની દ્રષ્ટિ આપણા દેશના ભાવિ અને પર્યાવરણના વારસાને ટકાવી રાખવા માટે તેમજ તેના વિકાસ માટે માર્ગદર્શન આપે.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમણે યુવા વસ્થામાં પરિવારને છોડી દીધો હતો અને પછી સંઘ સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં અલગ-અલગ પદો પર કામ કર્યા પછી નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા અને 2014 સુધી તેઓ રાજ્યના મુખ્યપ્રધાન હતા. ત્યારબાદ 2014માં તેઓ દેશના વડાપ્રધાન બન્યા.

entertainment news bollywood bollywood news happy birthday narendra modi kangana ranaut anil kapoor anupam kher kirron kher abhishek bachchan ranvir shorey hema malini randeep hooda riteish deshmukh madhur bhandarkar boney kapoor