Urvashi Rautelaનો દેસી લૂક વાઈરલ, એની કાતિલ નજર કરી રહી છે ફૅન્સને ઘાયલ

20 December, 2020 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Urvashi Rautelaનો દેસી લૂક વાઈરલ, એની કાતિલ નજર કરી રહી છે ફૅન્સને ઘાયલ

ઉર્વશી રૌતેલા. તસવીર સૌજન્ય - જાગરણ

બૉલીવુડની હૉટ એન્ડ બ્યૂટિફૂલ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હંમેશાથી જ પોતાની બૉલ્ડ તસવીરો અને વીડિયોના લીધે હેડલાઈન્સમાં રહે છે. ઉર્વશી હંમેશા પોતાની દિલકશ અદાઓથી ફૅન્સના હોંશ ઉડાવી રહી છે. એક્ટ્રેસ હંમેશાથી જ પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો ફૅન્સ વચ્ચે શૅર કરતી રહી છે. આ દરમિયાન ઉર્વશીની કેટલીક સુંદર તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. આ તસવીરોમાં તેની સુંદરતા જોવાલાયક છે. ફૅન્સ આ તસવીરોને જોઈને એના વખાણ કરતા થાકી નથી રહ્યા.

ઉર્વશી રૌતેલીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની અમૂક દેસી અંદાજમાં તસવીરો શૅર કરી છે, જેમાં તેની સુંદરતા ઝળકી રહી છે. ફોટોમાં ઉર્વશી રેડ કલરના સલવાર સૂટમાં નજર આવી રહી છે. આ સલવાર સૂટ પર ગૉલ્ડન વર્ક એની જેમ ચમકી રહ્યું છે. તેમ જ એક્ટ્રેસ સૂટ પર હેવી જ્વેલરી પહેરી છે. સાથે જ એનો મેકઅપ એના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. સાથે જ ઉર્વશીએ તેના વાળને સંપૂર્ણપણે બાંધી દીધા છે, જે તેની આખી સ્ટાઇલમાં એકદમ ફ્રેશ લુક આપે છે. આ દરમિયાન એના કાતિલ પૉઝ, ફૅન્સને ઘાયલ બનાવી રહી છે. ઉર્વશીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે.

તેમ જ આ પોસ્ટ કર્યાની સાથે ઉર્વશીએ બહુ જ સુંદર કેપ્શન લખ્યું છે, આંખો કી ગુસ્તાખિયાં માફ હો... આંખો કી ગુસ્તાખિયાં માફ હો.. એક ટક તુમ્હેં દેખતી હૈ.... જો બાત તુમસે કહેના ચાહેં ઝુબાં....તુમસે યે વો કહેતી હૈ... ઉર્વશીની આ તસવીરો અત્યાર સુધી 4 લાખ લોકો જોઈ ચૂક્યા છે. ફૅન્સ તેના પર કમેન્ટ્સ કરીને પણ એના વખાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે અગાઉ ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ પ્રખ્યાત અરબ મેગેઝિનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં તે રણમાં ઉભી રહીને પૉઝ આપતી વખતે એકદમ ગ્લેમરસ લાગી હતી. તેની આ તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી હતી.

urvashi rautela bollywood bollywood news