Sunny Leone સ્વિમસૂટમાં આવી નજર, જુઓ એની હૉટ તસવીર

17 February, 2021 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Sunny Leone સ્વિમસૂટમાં આવી નજર, જુઓ એની હૉટ તસવીર

સની લિયોની

ફિલ્મ અભિનેત્રી સની લિયોનીએ સોશિયલ મીડિયા પર એક હૉટ તસવીર શૅર કરી છે. જેમાં તે ઘણી ખૂબસુરત નજર આવી રહી છે. હકીકતમાં સની લિયોની હાલ કેરળમાં છે અને તે પોતાના આગામી શૉની શૂટિંગ કરી રહી છે. સની લિયોની ફોટોમાં બ્લૂ કલરનું સ્વિમસૂટ પહેરીને સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે. તે પૂલમાં ચિલ કરી રહી છે અને સૂરજના તડકાનો આનંદ લઈ રહી છે.

સની લિયોની આજકાલ શૂટિંગની સાથે-સાથે હૉલીડેને પણ એન્જૉય કરી રહી છે. તેની ટૉપી પર એનું નામ લખાયેલું છે અને તે દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. ફોટોમાં સની લિયોની બ્લૂ કલરનો સ્વિમસૂટ પહેરેલી જોવા મળી રહી છે. સની લિયોનીએ ફોટો શૅર કરતા લખ્યું, જો કોઈ મારું નામ ભૂલી ગયું છે, તો તે મારી ટોપી પર લખેલું તે જોઈ શકે છે.

સની લિયોનીએ હાલમાં જ પતિ ડેનિયલ વેબર સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી છે. સનીએ આ પ્રસંગે એક વિશેષ સંદેશ પણ લખ્યો છે, ડેનિયલ વેબર સાથે એક ખાસ વેલેન્ટાઈન રહ્યું. અમે ઘણાં વર્ષોથી સાથે છીએ આ વર્ષ અમારા માટે ખૂબ મુશ્કેલ હતું પરંતુ તમારા કારણે મારા બધા સપના સાકાર થયા છે અને હું ભાગ્યશાળી છું કે તમે મારા જીવનનો ભાગ છો તમે ખૂબ જ સારા વ્યક્તિ, જીવનસાથી, પતિ અને પિતા છો હેપ્પી વેલેન્ટાઇન ડે બેબી. સની અને ડેનિયલે 2011માં લગ્ન કર્યા હતા. બન્ને ત્રણ બાળકો છે. એમનું નામ નિશા, અશર અને નોઆ છે.

સની લિયોની ફિલ્મ અભિનેત્રી છે. તેણીએ ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની ફિલ્મો ઘણી પસંદ કરવામાં આવી છે. સનીએ પણ ઘણી ફિલ્મોમાં સ્પેશિયલ નંબર પણ કર્યું છે. સની ફિલ્મોમાં કામ કરતા પહેલા એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી. આ પછી તે સલમાન ખાનનો શૉ બિગ-બૉસમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી.

sunny leone bollywood bollywood news entertainment news