સ્વિમિંગ પૂલમાં યોગ કરતી નજર આવી Pooja Batra, જુઓ તસવીરો

27 July, 2019 01:50 PM IST  |  મુંબઈ

સ્વિમિંગ પૂલમાં યોગ કરતી નજર આવી Pooja Batra, જુઓ તસવીરો

પૂજા બત્રા

બૉલીવુડ એક્ટરેસ પૂજા બત્રાએ હાલમાં જ એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદથી પૂજા સતત ચર્ચાનો વિષય બની ગઈ છે. પૂજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એટલું જ નહીં લગ્નના સમાચાર પણ લોકોને સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા. 42 ઉંમરમાં પણ પૂજા એટલી ફિટ છે કે તેને જોઈને લોકો હેરાન થઈ જાય છે.

હાલમાં જ એમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શૅર કરી છે જે ઘણી મોટિવેશનલ છે. આ તસવીરમાં પૂજા યોગ કરતી નજર આની રહી છે.

પરંતુ ખાસ વાત એ છે કે તે કોઈ ગાર્ડનમાં નહીં પરંતુ સ્વિમિંગ પૂલમાં આસન કરતી નજર આવી રહી છે. પૂજાની આ તસવીર પર એના પતિ નવાબે પણ કમેન્ટ કરી છે. તેમ જ ફૅન્સ પણ એના વખાણ કરી રહ્યા છે.

આ પણ જુઓ : Dimple Biscuitwala: જુઓ આ ગુજ્જુ એક્ટ્રેસનો ક્યૂટ અંદાજ

તમને જણાવી દઈએ કે પૂજાએ હાલમાં જ દિલ્હીમાં નવાબ સાથે લગ્ન કર્યા છે. પોતાના લગ્ન વિશે જણાવતા પૂજાએ જણાવ્યું હતું કે અમારા લગ્નમાં ફક્ત પરિવારના લોકો જ હાજર હતા. મારા મિત્ર મને લાંબા સમયથી પૂછી રહ્યા હતા કે તમે લગ્ન કેમ નથી કરી રહ્યા. મને પણ અહેસાસ થયો કે આ જ એ વ્યક્તિ છે જેની સાથે હું મારી આગળની જિંદગી વિતવી શકું. અને એમાં વિલંબ કરવાનો કોઈ મતલબ નથી. એટલે અમે આર્ય સમાજ વિધિ અનુસાર લગ્ન કર્યા.

pooja batra bollywood news