માનવી ગગરૂને 'કૉમ્પ્રોમાઈઝ'ના બદલામાં થઈ હતી ત્રણ ગણી આવકની ઓફર!

10 April, 2020 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માનવી ગગરૂને 'કૉમ્પ્રોમાઈઝ'ના બદલામાં થઈ હતી ત્રણ ગણી આવકની ઓફર!

માનવી ગગરૂ

બૉલિવુડમાં કાસ્ટિંગ કાઉચના અનેક કિસ્સાઓ બન્યા છે અને ઘણીવાર અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો શિકાર પણ બની છે. 'શુભ મંગલ જ્યાદા સાવધાન'ની અભિનેત્રી માનવી ગગરૂને પણ વર્ષ પહેલા આવો જ કંઈક અનુભવ થયો હતો. માનવીને એક વૅબ શૉમાં 'ના બદલામાં થઈ હતી ત્રણ ગણી આવકની ઓફર આપવામાં આવી હતી.

માનવીએ એક ખાનગી વૅબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'એક વર્ષ પહેલા મને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને ફોન પર કહ્યું કે એ લોકો વૅબ સિરિઝ બનાવે છે. જેમાં મને કાસ્ટ કરવા માંગે છે. જ્યારે એ લોકોએ બજેટની વાત કરી તો તે મને બહુ ઓછું લાગ્યું અને મે કહ્યું કે બજેટ વિષે ચર્ચા કરતા પહેલા તમે મને સ્ક્રિપ્ટ સંભળાવો. સ્ક્રિપ્ટ સારી લાગશે તો પછી તારીખ અને બજેટ વિષે ચર્ચા કરીશું. જ્યારે મેં ના પાડી તો તેમણે તરત જ બજેટ ત્રણ ગણું વધારી દીધું. તેમેણે શબ્દ વાપર્યો 'કૉમ્પ્રોમાઈઝ', જો કૉમ્પ્રોમાઈઝ કરશો તો ત્રણ ગણુ અમાઉન્ટ વધારી આપીશું. આવું કહેતાની સાથે જ મારું મગજ ફરી ગયું અને મને ગુસ્સો આવ્યો એટલે મેં તેમને ગાળો આપી અને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી પણ આપી. કૉમ્પ્રોમાઈઝ શબ્દ મેં સાત-આઠ વર્ષ પછી સાંભળ્યો હતો અને મને આશ્ચર્ય થયું કે આજના જમાનામાં પણ હજી આ રીતનું વર્તન થાય છે.'

માનવી ગગરૂ એમેઝૉન પ્રાઈમની વૅબ સિરિઝ 'ફૉર મોર શોટ્સ પ્લીઝ'માં જોવા મળી હતી. તેમજ આ વર્ષની શરૂઆતમાં 'શુભ મંગલ જ્યાદા સાવધાન'માં પણ મહત્વની ભુમિકા ભજવી હતી. જ્યારે ગત વર્ષે તેણે 'ઉજડા ચમન'માં અભિનય કર્યો હતો.

entertainment news bollywood bollywood news bollywood gossips