પોતાની અત્યાર સુધીની જર્નીને સ્પેશ્યલ કહી રહી છે કિયારા અડવાણી

16 January, 2021 03:43 PM IST  |  New Delhi | Agency

પોતાની અત્યાર સુધીની જર્નીને સ્પેશ્યલ કહી રહી છે કિયારા અડવાણી

કિયારા અડવાણી

કિયારા અડવાણી તેની અત્યાર સુધીની જર્નીને સ્પેશ્યલ ગણાવી રહી છે. તેણે 2014માં આવેલી ‘ફગલી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. સાથે જ તે પોતાની સફળતાનું શ્રેય તે પોતાની કરીઅરની દરેક ફિલ્મને આપે છે. એ વિશે વધુ જણાવતાં કિયારાએ કહ્યું હતું કે ‘મારા માટે દરેક ફિલ્મ અગત્યની છે. મારી પહેલી ફિલ્મ, પણ કારણ કે એના દ્વારા હું ફિલ્મ-ઇડસ્ટ્રીમાં આવી હતી. લોકો ‘કબીર સિંહ’ અને ‘લસ્ટ સ્ટોરીઝ’ને મહત્ત્વની માને છે, પરંતુ મારા માટે તો દરેક ફિલ્મ એક ટર્નિંગ પૉઇન્ટ છે. મારી ઇચ્છા છે કે મારી દરેક ફિલ્મની સાથે ભવિષ્યની દરેક ફિલ્મને પણ ગણવામાં અગત્યની માનવામાં આવે. એથી હું કોઈ એક ફિલ્મ વિશે નથી કહી શકતી. મારા મત મુજબ મારી આખી જર્ની ખૂબ સ્પેશ્યલ રહી છે.’

kiara advani bollywood bollywood news