મુંબઈ એરપોર્ટ પર ખોવાઈ જૂહી ચાવલાની ડાયમંડ ઈયરરિંગ, લોકો પાસે માંગી મદદ

14 December, 2020 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ એરપોર્ટ પર ખોવાઈ જૂહી ચાવલાની ડાયમંડ ઈયરરિંગ, લોકો પાસે માંગી મદદ

જૂહી ચાવલા

બૉલીવુડ એક્ટ્રેસ જૂહી ચાવલાનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર એકદમ વાઈરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં જૂહી ચાવલાએ લોકો પાસે મદદ માંગી છે. જૂહીનું આ ટ્વિટ કઈ સામાન્ય નથી, પરંતુ આ ટ્વિટમાં તે લોકોને પોતાની સમસ્યા જણાવી રહી છે અને તેમણે લોકો પાસે મદદ માંગી છે. હકીકતમાં, એક્ટ્રેસની ડાયમંડની ઈયરરિંગ ખોવાઈ ગઈ છે, જેના કારણે તે ખૂબ જ હેરાન થઈ ગઈ છે. એક્ટ્રેસે પોતાની સમસ્યા લોકો સામે શૅર કરી છે અને કહ્યું કે જો કોઈ તેમને ઈયરરિંગ શોધીને આપશે, તેને તે કઈક ઈનામ પણ આપશે.

અભિનેત્રીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ઈયરરિંગની તસવીર પણ શૅર કરી છે, જેમાં તેણે લખ્યુંવ છે કે, 'આજે સવારે હું મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ના ગેટ નંબર 8 પર જઈ રહી હતી. મેં Emirates Counter પર ચૅક-ઈન કર્યું, સિક્યોરિટી ચેક થયું પણ તે દરમિયાન મારી ઈયરરિંગ પડી ગઈ. જો કોઈ મને મારા કાનની ઈયરરિંગ શોધી આપશે, તો મને ઘણી ખુશી થશે. કૃપા કરીને પોલીસને પણ જાણ કરો, હું તમને ઈનામ આપીશ. આ મારો મેચિંગ પીસ છે, હું છ્લેલા 15 વર્ષથી પહેરી રહી છું. પ્લીઝ એને શોધવામાં મારી મદદ કરો. આભાર'. જૂહીનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે જૂહી હવે લાઇમલાઇટમાં નથી રહેતી. 90 દાયકામાં પોતાની સુંદરતા અને એક્ટિંગથી બધાને દિવાના બનાવનારી અભિનેત્રી અમુક ફિલ્મોમાં જ નજર આવે છે, તે પણ મુખ્ય અભિનેત્રી તરીકે નહીં. વર્ષ 2019માં જૂહી ચાવાલ, અનિલ કપૂર અને સોનમ કપૂર સાથે 'એક લડકી કો દેખા તો એસા લગા' ફિલ્મમાં નજર આવી હતી. જોકે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ તેના ફોટા અને વીડિયોથી ભરેલું છે.

juhi chawla mumbai airport bollywood bollywood news