અલીગઢની ઘટનાને લઈને ભડક્યું બૉલીવુડ

08 June, 2019 10:46 AM IST  |  મુંબઈ

અલીગઢની ઘટનાને લઈને ભડક્યું બૉલીવુડ

અલીગઢની ઘટનાને લઈને ભડક્યું બૉલીવુડ

અલીગઢમાં અઢી વર્ષની બાળકીને ગળું દબાવી મારી નાખવામાં આવી હોવાના સમાચારને લઈને બૉલીવુડની સેલિબ્રિટીઓએ પણ રોષ વ્યક્ત કર્યો છે. આ બાળકીને મારી નાખી ખૂબ જ નિર્દયતાથી તેની આંખ પણ ફોડી નાખવામાં આવી હતી. આ કેસમાં બે આરોપીઓને પકડવામાં આવ્યા છે અને આ કેસને ફાસ્ટટ્રૅક કોર્ટમાં લઈ જવાની કોશિશ કરવામાં આવી રહી છે. દીકરીના પપ્પાએ દસ હજાર રૂપિયાની લોન લીધી હતી અને એ ન ચૂકવી શકતાં તેનું ખૂન કરવામાં આવ્યું હતું. આ વિશે કઈ-કઈ બૉલીવુડની સેલિબ્રિટીએ તેમનો અવાજ ઉઠાવ્યો એ જોઈએ :

નાની બાળકી વિશે જાણીને ખૂબ જ દુઃખી, ભયભીત અને ગુસ્સામાં છું. આપણે આપણાં બાળકોને આ પ્રકારની દુનિયામાં રાખવા નથી ઇચ્છતા. આ નિર્દય ગુના માટે જલદી અને ખૂબ જ ગંભીર સજા થવી જોઈએ
- અક્ષયકુમાર

અઢી વર્ષની નાની બાળકીનું ખૂબ જ હિંસક રીતે ખૂન કરવામાં આવ્યું હોવાનું જાણીને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. આવો ગુનો કરનાર જાનવરને ખૂબ જ જલદી સજા આપવામાં આવે એ માટે હું સ્મૃતિ ઈરાનીને વિનંતી કરું છું.
- ટ્‍‍વિન્કલ ખન્‍ના

જંગલીઓ દ્વારા એક નિર્દોષ વ્યક્તિનો જીવવાનો અધિકાર લઈ લેવામાં આવ્યો એ વિશે વાંચીને પણ ખૂબ જ ગુસ્સો આવે છે. આ જંગલીપણું છે. તેની ફૅમિલી માટે પ્રાર્થના કરું છું. આ દુનિયા શું બની ગઈ છે?
- અનુષ્કા શર્મા

મને માફ કરજે કે તારે એવી દુનિયામાં રહેવું પડ્યું જ્યાં માનવીઓ માનવતાને નથી સમજતા. તું એક એન્જલ હોવાથી તારા પર ઈશ્વરની હંમેશાં કૃપા રહે એવી પ્રાર્થના.
- સની લીઓની

આ ખૂબ જ ઘાતકી અને જંગલીપણું છે. તેની ફૅમિલી માટે હું પ્રાર્થના કરું છું. તેમને ન્યાય મળવો જોઈએ.
- આયુષ્માન ખુરાના

ગુસ્સે છું. ડરી ગયો છું. શરમ પણ આવી રહી છે અને અઢી વર્ષની બાળકીનું ખૂન થયું હોવાથી ખૂબ જ દુઃખ પણ છે. તેમને જેટલી સજા આપવામાં આવે એ ઓછી છે અને એ જલદી મળવી જોઈએ.
- અનુપમ ખેર

આ ખૂબ જ ભયાનક છે. આપણા દેશમાં મહિલાઓ સાથે શું થઈ રહ્યું છે અને ખાસ કરીને બાળકો સાથે એનાથી મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે. અમે તારી સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. આવું કૃત્ય કરનારાઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ
- જેનિલિયા દેશમુખ

છોકરી સાથે જે થયું એ ખૂબ જ દયનીય છે. હું તેના માટે અને તેની ફૅમિલી માટે પ્રાર્થના કરું છું. હું લોકોને એ પણ વિનંતી કરું છું કે આ ઘટનાનો ઉપયોગ પોતાના નિજી ફાયદા માટે ન કરે. અહીં છોકરીનું મૃત્યુ થયું છે, પરંતુ એ માટે ખોટી નફરત ન ફેલાવવી.
- સોનમ કપૂર આહુજા

આ વિશે સાંભળીને પણ ગુસ્સો આવી રહ્યો છે. આવું કરવાનું કોઈ કેવી રીતે વિચારી પણ શકે?
- અભિષેક બચ્ચન

આ પણ વાંચો : આલિયા નહીં, પરંતુ દીપિકા બનશે રણબીરની હિરોઇન?

નાનાં બાળકો પણ જ્યાં સેફ ન હોય એવી દુનિયામાં રહેવું ખૂબ જ જોખમભર્યું છે. હું સરકારને વિનંતી કરું છું કે આવું કૃત્ય ફરી ક્યારેય ન થાય એની કાળજી રાખે.- સિદ્ધાર્થ મલ્હોત્રા

sonam kapoor akshay kumar anupam kher bollywood news aligarh