24 July, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉબી દેઓલની આગામી ફિલ્મ ‘બંદર’નું વર્લ્ડ પ્રીમિયર આગામી ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ-ફેસ્ટિવલ (TIFF) 2025માં થવાનું છે.
બૉબી દેઓલની આગામી ફિલ્મ ‘બંદર’નું વર્લ્ડ પ્રીમિયર આગામી ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ-ફેસ્ટિવલ (TIFF) 2025માં થવાનું છે. આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે. ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ-ફેસ્ટિવલ ૪થી ૧૪ સપ્ટેમ્બર સુધી કૅનેડામાં યોજાવાનો છે. આ ફિલ્મનું ડિરેક્શન અનુરાગ કશ્યપ કરી રહ્યો છે.
હાલમાં બૉબીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. તેણે ફિલ્મ ‘બંદર’નું પોસ્ટર શૅર કરતાં લખ્યું, ‘એ વાર્તા જે કહેવાની નહોતી, પરંતુ એ પચાસમા ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ-ફેસ્ટિવલ 2025 માટે પસંદ કરવામાં આવી છે. સાચી ઘટનાઓથી પ્રેરિત અમારી ફિલ્મનું પ્રીમિયર TIFF 2025માં થશે.’
બૉબીએ શૅર કરેલા પોસ્ટરમાં જોઈ શકાય છે કે એક નાનકડા રૂમમાં ઘણા લોકો સૂતેલા છે. આ બધાની વચ્ચે બૉબી દેઓલ ચિંતામાં બેઠેલો છે. રૂમની દીવાલ પર લોકોનાં કપડાં લટકેલાં છે. આ જ રૂમમાં ઘણાં વાસણો પણ રાખવામાં આવ્યાં છે. આ પોસ્ટ શૅર કરતી વખતે બૉબીએ જે ટૅગ્સ લગાવ્યા છે એ મુજબ ફિલ્મમાં અભિનેત્રી સાન્યા મલ્હોત્રા પણ જોવા મળી શકે છે.