17 June, 2025 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉબી દેઓલ અને આર્યમન
સોમવારે બૉબી દેઓલના મોટા દીકરા આર્યમનની ૨૪મી વર્ષગાંઠ હતી અને આ ખાસ દિવસે બૉબીએ પોતાના દીકરા સાથેની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આર્યમનને જન્મદિવસે તાઉ (મોટા કાકા) સની દેઓલ ઉપરાંત અનેક સેલિબ્રિટીએ શુભેચ્છા આપી છે. બૉબીએ જે તસવીર શૅર કરી છે એની સાથે પ્રેમભર્યો સંદેશ લખ્યો છે કે ‘મારા આર્યમન, જન્મદિવસની શુભેચ્છાઓ. તને ખૂબ પ્રેમ કરું છું.’