બૉબી અને તાન્યા દેઓલે ૧૫.૦૫ કરોડમાં લીધાં પાંચ કમર્શિયલ ઑફિસ-યુનિટ્સ

07 March, 2026 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉબી દેઓલ અને તેની પત્ની તાન્યા દેઓલની ફર્મ ગ્રીન સ્ટોન ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે હાલમાં અંધેરી-વેસ્ટના લિન્ક રોડ પર આવેલા યુરા બિઝનેસ પાર્ક ફેઝ-2 બિલ્ડિંગના બીજા માળે પાંચ કમર્શિયલ ઑફિસ-યુનિટ્સ ખરીદ્યાં હોવાના રિપોર્ટ છે.

બૉબી અને તાન્યા દેઓલે ૧૫.૦૫ કરોડમાં લીધાં પાંચ કમર્શિયલ ઑફિસ-યુનિટ્સ

બૉબી દેઓલ અને તેની પત્ની તાન્યા દેઓલની ફર્મ ગ્રીન સ્ટોન ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે હાલમાં અંધેરી-વેસ્ટના લિન્ક રોડ પર આવેલા યુરા બિઝનેસ પાર્ક ફેઝ-2 બિલ્ડિંગના બીજા માળે પાંચ કમર્શિયલ ઑફિસ-યુનિટ્સ ખરીદ્યાં હોવાના રિપોર્ટ છે. રજિસ્ટ્રેશન દસ્તાવેજો મુજબ આ યુનિટ્સ લગભગ ૩૪૦૦ સ્ક્વેર ફુટ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે અને એની કિંમત આશરે ૧૫.૦૫ કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ટ્રાન્ઝૅક્શન ૨૭ ફેબ્રુઆરીએ રજિસ્ટર થયું હતું અને એ માટે ૯૦ લાખ રૂપિયા કરતાં વધુ સ્ટૅમ્પ-ડ્યુટી અને લગભગ ૧.૫૦ લાખ રૂપિયા રજિસ્ટ્રેશન-ફી ચૂકવવામાં આવી હતી. આ ઑફિસ-સ્પેસ સાથે પાંચ કાર-પાર્કિંગ એરિયા પણ ખરીદવામાં આવ્યા છે.
બૉબી દેઓલ અને તેની પત્નીએ જ્યાં આ પ્રૉપર્ટી ખરીદી છે ત્યાં જ હૃતિક રોશનની પણ ઑફિસ-સ્પેસ છે. આ જ બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે રોશન-પરિવારનાં લગભગ ૧૦ ઑફિસ-યુનિટ્સ છે. આ બિલ્ડિંગ હાલમાં નિર્માણાધીન છે અને ૨૦૨૭ના ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થવાની સંભાવના છે.

bobby deol bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news property tax