હાઇ કૉર્ટને BMCની દલીલ- દંડ સાથે રદ કરવામાં આવે કંગનાની અરજી

19 September, 2020 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

હાઇ કૉર્ટને BMCની દલીલ- દંડ સાથે રદ કરવામાં આવે કંગનાની અરજી

કંગના રણોત (ફાઇલ ફોટો)

બોલીવુડ (Bollywood Actress Kangana Ranaut Office Demolition)એક્ટ્રેસ કંગના રણોતની ઑફિસનો કહેવાતો ગેરકાયદેસર ભાગ તોડી પાડવાને લઈને બે કરોડ (Two crores) રૂપિયાના વળતરની માગ કરતાં મુંબઇ ઉચ્ચ ન્યાયાલયમાં અભિનેત્રીની અરજી પર પોતાના અરજીપત્રમાં બૃહન્મુંબઇ (Bruhanmumbai Mahanagarpalika) મહાનગરપાલિકા (BMC)એ શુક્રવારે કહ્યું કે આ અરજી કાયદાકીય પ્રક્રિયાનો દુરૂપયોગ છે.

બીએમસીની કોર્ટને રિક્વેસ્ટ
બીએમસીએ પોતાની અરજીમાં કોર્ટને કંગના રણોતની અરજી રદ કરવા અને આવી અરજી દાખલ કરવાને કારણે તેના પર દંડ મૂકવા માટે રિક્વેસ્ટ કરી છે. અરજીપત્ર પ્રમાણે, "યાચિકા અને તેમાં માગવામાં આવેલી રાહત કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરે છે. યાચિકા પર વિચાર ન થવો જોઇએ અને આને દંડ સાથે રદ કરવામાં આવવી જોઇએ."

કંગના રણોતે વળતર તરીકે બે કરોડ રૂપિયાની માગ કરી
9 સપ્ટેમ્બરના બીએમસીએ કંગના રણોતની ઑફિસમાં ગેરકાયદેસરના નિર્માણનું આરોપ મૂકતાં તોડફોડની કાર્યવાહી કરી હતી. રણોતે ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખખડાવ્યા બાદ તે દિવસે કોર્ટે બીએમસીની કાર્યવાહી પર રોક લગાવી હતી. ત્યાર બાદ 15 સપ્ટેમ્બરના કંગના રણોતે પોતાની સંશોધિત યાચિકામાં બીએમસીની કાર્યવાહીને લઈને વળતર તરીકે બે કરોડ રૂપિયાની માગ કરી હતી.

bollywood news bollywood bollywood gossips kangana ranaut brihanmumbai municipal corporation