શૉર્ટ ફિલ્મ કૅટેગરીમાં બિટ્ટુની પસંદગી:ફાઇનલ લિસ્ટ 15 માર્ચે થશે જાહેર

11 February, 2021 11:55 AM IST  |  Mumbai | Agencies

શૉર્ટ ફિલ્મ કૅટેગરીમાં બિટ્ટુની પસંદગી:ફાઇનલ લિસ્ટ 15 માર્ચે થશે જાહેર

શૉર્ટ ફિલ્મ કૅટેગરીમાં બિટ્ટુની પસંદગી:ફાઇનલ લિસ્ટ 15 માર્ચે થશે જાહેર

મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ ઑસ્કરની દોડમાંથી બહાર નીકળી ગઈ છે. આ ફિલ્મને ભારત વતી બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મની કૅટેગરી માટે મોકલવામાં આવી હતી. ‘જલ્લીકટ્ટુ’ની ભલે એક્ઝિટ થઈ હોય પરંતુ લાઇવ ઍક્શન શૉર્ટ ફિલ્મની કૅટેગરી માટે ‘બિટ્ટુ’ને શૉર્ટ લિસ્ટ કરવામાં આવી છે. ‘જલ્લીકટ્ટુ’ ૨૦૧૯માં આવેલી હરીશની માઓવાદી નામની શૉર્ટ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મ એક ભેંસની આસપાસ ફરે છે જે કેરલાના એક કતલખાનામાંથી નાસી છૂટે છે અને બાદમાં મહામારી ફેલાવી દે છે. ઑસ્કર અવૉર્ડ માટે ફાઇનલ લીસ્ટની જાહેરાત ૧૫ માર્ચે કરવામાં આવશે. અવૉર્ડ સેરેમની ૨૫ એપ્રિલે આયોજિત કરવામાં આવશે. હવે બીજા રાઉન્ડના વોટિંગ માટે ૧૫ ફિલ્મોને મોકલવામાં આવશે.

bollywood bollywood news bollywood ssips