જે ઘરેથી કરીઅરની શરૂઆત કરી હતી એ જ ઘરમાં ફરીથી પહોંચતાં ખુશ થઈ ભૂમિ

01 March, 2021 01:28 PM IST  |  Mumbai | Agencies

જે ઘરેથી કરીઅરની શરૂઆત કરી હતી એ જ ઘરમાં ફરીથી પહોંચતાં ખુશ થઈ ભૂમિ

જે ઘરેથી કરીઅરની શરૂઆત કરી હતી એ જ ઘરમાં ફરીથી પહોંચતાં ખુશ થઈ ભૂમિ

ભૂમિ પેડણેકરે ૬ વર્ષ પહેલાં ‘દમ લગાકે હઈશા’ માટે હૃષીકેશના જે ઘરેથી પોતાની કરીઅરની શરૂઆત કરી હતી એ જ ઘરમાં ‘બધાઈ દો’નું શૂટિંગ કરવાની તક મળતાં તેની ખુશીની કોઈ સીમા નથી રહી. આ ફિલ્મ તેની લાઇફનો માઇલસ્ટોન રહેશે. એ ઘરની ઝલક દેખાડતી ક્લિપ ભૂમિએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. ‘દમ લગાકે હઈશા’ ૨૦૧૫ની ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને ભૂમિએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘દમ લગાકે હઈશા’ મારી લાઇફની ખરેખર માઇલસ્ટોન મોમેન્ટ રહી છે. હું એ કલ્પી પણ નથી શકતી કે આ ફિલ્મ વગર મારી કરીઅર કઈ રીતે ઘડાઈ હોત. આ એક સંયોગ છે કે હું ફરીથી એ જ લોકેશન પર ‘બધાઈ દો’નું શૂટિંગ કરી રહી છું. એ ઘર મારી પહેલી ફિલ્મનું પહેલું લોકેશન હતું. હવે ‘બધાઈ દો’ માટે એ ઘરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હું ખૂબ ગદ્ગદ થઈ ગઈ હતી. કોને જાણ હતી કે ૬ વર્ષ બાદ હું ફરીથી એ જ ઘરમાં પાછી આવીશ? હું સુપર એક્સાઇટેડ થઈ ગઈ હતી કે ‘દમ લગાકે હઈશા’ના એ જ લોકેશન પર હું ઊભી હતી. એ જ સ્થાને જ્યાંથી મેં ઍક્ટર તરીકે મારો પહેલો શૉટ આપ્યો હતો. મને આજે પણ યાદ છે કે એના માટે મેં ૧૧ ટેક્સ આપ્યા હતા. હું ખૂબ નર્વસ હતી. ત્યાંથી ભૂમિનો ઍક્ટર તરીકે જન્મ થયો હતો.’

bollywood bollywood news bollywood ssips entertainment news bhumi pednekar