ભૂમિ પેડણેકર જોવા મળશે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં?

24 February, 2020 12:43 PM IST  |  Mumbai

ભૂમિ પેડણેકર જોવા મળશે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં?

ભૂમિ પેડણેકર

સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં ભૂમિ પેડણેકર જોવા મળે એવી શક્યતા છે. જોકે આ ફિલ્મને તેઓ ડિરેક્ટ નહીં, પ્રોડ્યુસ કરશે. ભૂમિએ પોતાની કરીઅરની શરૂઆત ‘શુભ મંગલ સાવધાન’ દ્વારા કરી હતી. ‘ભૂત - પાર્ટ 1 : ધ હૉન્ટેડ શિપ’માં પણ તેણે નાનકડી ભૂમિકા ભજવી છે. તે હાલમાં અક્ષયકુમારની ‘દુર્ગાવતી’માં બિઝી છે. આ સાથે જ એવી ચર્ચા ચાલી રહી છે કે તેણે સંજય લીલા ભણસાલીના અન-ટાઇટલ પ્રોજેક્ટ સાઇન કર્યો છે. આ દિશામાં હજી સુધી કોઈ નક્કર માહિતી મળી શકી નથી. અન્ય કલાકારોને હજી ફાઇનલ કરવાના બાકી છે.

bhumi pednekar sanjay leela bhansali bollywood news