હું ઍક્ટર બનું એ મારી ફૅમિલીને ખૂબ વિચિત્ર લાગતું હતું: ભૂમિ પેડણેકર

25 October, 2020 05:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું ઍક્ટર બનું એ મારી ફૅમિલીને ખૂબ વિચિત્ર લાગતું હતું: ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે તે ઍક્ટર બનવાની હતી એ તેની ફૅમિલીને ખૂબ વિચિત્ર લાગ્યું હતું. ભૂમિએ છેલ્લાં ચાર વર્ષમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ એ તેને માટે સરળ નથી. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘હું કેવી રીતે ઍક્ટર બનીશ અને કેવી રીતે મારા પેરન્ટ્સને એ વિશે મનાવીશ એ વિશે હું ખૂબ વિચારતી હતી. મારી ફૅમિલીમાં મારા ગ્રૅન્ડફાધરે નાટકમાં કામ કર્યું હતું. થોડાં વર્ષો પહેલાં હિન્દી ફિલ્મમાં હિરોઇન બનવું ટેબુ ગણાતું હતું. મને નથી લાગતું કે આ પ્રોફેશન કેટલું સારું છે એ લોકો સમજી શકે. હું મારી ફૅમિલીને બ્લૅમ નથી કરતી. મારી ફૅમિલીમાં વકીલો, એન્જિનિયર અને ડૉક્ટર્સ છે. તેમને માટે હું ઍક્ટર બનું એ ખૂબ વિચિત્ર હતું. તેઓ પહેલાં નહોતા માની રહ્યા અને પ્રોટેક્ટિવ બની એ વાતની ખાતરી રાખવા માગતા હતા કે તેમની દીકરી સેફ રહે.’

entertainment news bollywood bollywood news bollywood gossips bhumi pednekar