ભૂત.. ભારતીય સિનેમામાં હૉરરમાં નવો ટ્રેન્ડ શરૂ કરશે : ભૂમિ પેડણેકર

05 February, 2020 01:39 PM IST  |  Mumbai | Sonil Dedhia

ભૂત.. ભારતીય સિનેમામાં હૉરરમાં નવો ટ્રેન્ડ શરૂ કરશે : ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું માનવું છે કે ‘ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ’ ઇન્ડિયન સિનેમામાં નવો ટ્રેન્ડ શરૂ કરશે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે અને ભાનુ પ્રતાપ સિંહે ડિરેક્ટ કરી છે. ૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં ભૂમિની સાથે વિકી કૌશલ અને આશુતોષ રાણા પણ જોવા મળવાનો છે. ફિલ્મની સ્ટોરી બીચ પરના એક વેરાન શિપની છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મને લઈને ભૂમિએ કહ્યું હતું કે ‘હિન્દી સિનેમામાં મેં આજ દિન સુધી આવા પ્રકારની ફિલ્મ જોઈ નથી. આ ફિલ્મ મારફત ઇન્ડિયન સિનેમામાં હૉરરમાં નવો પ્રકાર શરૂ કરશે. મેં આ અગાઉ કોઈ હૉરર ફિલ્મમાં કામ નથી કર્યું.’

આ ફિલ્મ દ્વારા ભાનુ પ્રતાપ સિંહ ડિરેક્શનમાં એન્ટ્રી કરી રહ્યા છે. ભૂમિને તેની સાથે કામ કરવાની ઇચ્છા પહેલેથી હતી. એ વિશે જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘ભાનુ અને હું ઘણા સમયથી ફ્રેન્ડ્સ છીએ. મેં તેને પ્રૉમિસ કર્યું હતું કે તું જ્યારે પણ પહેલી ફિલ્મ બનાવીશ તો એમાં હું ચોક્કસ કામ કરીશ. જોકે આ તો પૂરી રીતે વિકીની જ ફિલ્મ છે.’

ભૂત પાર્ટ 1 : ધ હૉન્ટેડ શિપની સ્ટોરી રસપ્રદ છે : વિકી કૌશલ

વિકી કૌશલે જણાવ્યું છે કે ‘ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ’ની સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે. ફિલ્મની સ્ટોરીમાં દેખાડવામાં આવ્યું છે કે વિકી એક છોકરીને બચાવવાનો પ્રયાસ કરે છે, એમ જાણીને કે તે જીવતી છે. ફિલ્મને લઈને વિકીએ કહ્યું હતું કે ‘મારા માટે ‘ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ’ મારી અત્યાર સુધીની ફિલ્મોમાંની એક એક્સાઇટિંગ ફિલ્મ છે. આ એકદમ નવા પ્રકારની ફિલ્મ છે. આશા રાખું છું કે મારી પહેલાંની ફિલ્મોનાં કૅરૅક્ટર્સની જેમ જ આ ફિલ્મના કૅરૅક્ટરને પણ લોકો પસંદ કરશે. ફિલ્મની સ્ટોરીએ મને ખૂબ જ આકર્ષિત કર્યો હતો. ‘રાઝી’ બાદ ધર્મા પ્રોડક્શન્સ અને ઝી સ્ટુડિયોઝ સાથે ફરી એક વાર કામ કરવાની તક મળતાં હું ખૂબ ખુશ છું. ફિલ્મનો પ્લૉટ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે.

દર્શકોને હૉરરના નવા પ્રકાર સાથે આ ફિલ્મ ઓળખ કરાવશે.’

bhumi pednekar bollywood news entertaintment vicky kaushal sonil dedhia