પર્યાવરણને બચાવવા સેલિબ્રિટીઝની સાથે તમામ લોકોને ભૂમિ પેડણેકરે કહ્યું..

11 August, 2020 07:13 PM IST  |  Mumbai | Harsh Desai

પર્યાવરણને બચાવવા સેલિબ્રિટીઝની સાથે તમામ લોકોને ભૂમિ પેડણેકરે કહ્યું..

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે દરેક વ્યક્તિએ તેનાં કપડાં વારંવાર પહેરવાં જોઈએ પછી તે સેલિબ્રિટીઝ કેમ ન હોય. ભૂમિ ઑનલાઇન અને ઑફલાઇન ક્લાઇમેટ વૉરિયર કૅમ્પેન ચલાવે છે જેમાં તે પર્યાવરણને બચાવવા માટેની પહેલ ચલાવી રહી છે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘હું કપડાં રિપીટ કરવામાં માનું છું. હું હંમેશાં મારાં કપડાં વારંવાર પહેરતી રહું છું. લોકો મને એક જ  કપડાંમાં વારંવાર જોઈને શું વિચારશે એ વિશે હું જરા પણ ધ્યાન નથી આપતી, કારણ કે સેલિબ્રિટી હોવાથી અમને એક જ કપડાં બીજી વાર પહેરવાની ના પાડવામાં આવે છે. આ માટે પણ ઘણા બિઝનેસ છે જેની જાણ મને થઈ છે અને એમાંથી એક છે કપડાં ભાડે આપવાં. આ એક જીનિયસ આઇડિયા છે. મારો અને મારી બહેનનો વૉર્ડરોબ મોટા ભાગે એક જ છે. અમે બન્ને એકબીજાનાં કપડાં પહેરીએ છીએ અને એમાં અમને કોઈ પ્રૉબ્લેમ નથી. છેલ્લાં બે વર્ષથી જે-તે બ્રૅન્ડનાં કપડાં ખરીદતાં પહેલાં હું જોઉં છું કે એ ક્લાઇમેટને કેવી રીતે અસર કરે છે. આજે આવી ઘણી બ્રૅન્ડ છે જે ક્લાઇમેટનું ધ્યાન રાખે છે.’

મોટા ભાગની બ્રૅન્ડ આજે સસ્ટેનેબિલિટી તરફ વળી છે એ વિશે કહેતાં ભૂમિએ કહ્યું હતું કે ‘તમે નોટિસ કર્યું હોય તો હવે મોટા ભાગની ફૅશન બ્રૅન્ડ, લક્ઝરી બ્રૅન્ડ ધીમે-ધીમે સસ્ટેનેબિલિટી તરફ વળી રહી છે. હું ઇચ્છું છું કે આ પ્રોસેસ જલદી થાય. જોકે દુઃખની વાત છે કે રીસાઇકલ્ડ અને અપસાઇકલ્ડ ફૅશનને કારણે કિંમતમાં ઘણો તફાવત આવે છે, જે દરેકને પોસાય એમ નથી.’

entertainment news bollywood bollywood news bollywood gossips bhumi pednekar harsh desai