પોણાછ લાખ રૂપિયાની બૅગ લઈને ભૂમિ પહોંચી સોનમની બર્થ-ડે પાર્ટીમાં

11 June, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂમિ આ પાર્ટીમાં અંદાજે ૫,૭૭,૦૫૦ રૂપિયાની ઇટાલિયન લક્ઝરી બ્રૅન્ડ લોરો પિયાનાની સિલ્વર બૅગ સાથે જોવા મળી

ભૂમિ પેડણેકરે પોતાની સ્ટાઇલથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું

સોમવારે સોનમ કપૂરની ૪૦મી વર્ષગાંઠ હતી. રવિવારે પ્રી બર્થ-ડે સેલિબ્રેશન યોજાયું હતું જેમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, સ્વરા ભાસ્કર, જાહ્‍‍નવી કપૂર, અર્જુન કપૂર, મસાબા ગુપ્તા, ખુશી કપૂર, વેદાંગ રૈના વગેરે સ્ટાર્સ વચ્ચે ભૂમિ પેડણેકરે પોતાની સ્ટાઇલથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
સોનમની બર્થ-ડે પાર્ટી માટે ભૂમિએ સફેદ ગેધર્ડ મિડી ડ્રેસ પહેર્યો હતો જેમાં ઝિપ ડિટેઇલિંગ, ફુલ સ્લીવ્ઝ અને કૉલર્ડ નેકલાઇન હતી. આ ડ્રેસને તેણે રોડિયમ-ફિનિશ ચોકર નેકલેસ સાથે એક્સેસરાઇઝ કર્યું હતું, પરંતુ તેની બૅગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ભૂમિ આ પાર્ટીમાં અંદાજે ૫,૭૭,૦૫૦ રૂપિયાની ઇટાલિયન લક્ઝરી બ્રૅન્ડ લોરો પિયાનાની સિલ્વર બૅગ સાથે જોવા મળી હતી. ભૂમિની આ બૅગ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

bhumi pednekar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news