પર્યાવરણની કાળજી રાખીને ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાની અપીલ કરી ભૂમિએ

17 August, 2020 08:01 PM IST  |  Mumbai | Mumbai Correspondent

પર્યાવરણની કાળજી રાખીને ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાની અપીલ કરી ભૂમિએ

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરે આગામી ગણેશોત્સવમાં આપણા પર્યાવરણનું ધ્યાન રાખીને ગણપતિબાપ્પાની મૂર્તિની સ્થાપના કરવાની વિનંતી કરી છે. ૨૨ ઑગસ્ટે ગણેશોત્સવની શરૂઆત થવાની છે. ૧૦ દિવસના આ પર્વની મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ ધૂમ હોય છે. મહારાષ્ટ્રના મૂર્તિકાર અને પર્યાવરણ કાર્યકર્તા દત્તાદ્રી સાથે મળીને ભૂમિ લોકોમાં પર્યાવરણ પ્રતિ જાગરૂકતા લાવશે. આ મૂર્તિકાર એવી મૂર્તિઓ બનાવે છે કે જેને કૂંડામાં જ વિસર્જિત કરી શકાય છે અને એની અંદર રાખેલાં બીથી નવાં ઝાડ ઊગી નીકળશે જે પર્યાવરણમાં સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ બની શકે છે. એ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘મને આશા છે કે આવનારી પેઢીઓ સુધી પરિસ્થિતિને અનુરૂપ સંદેશ ફેલાવવા માટે નાગરિકો દ્વારા ઘર પર જ આવી અવધારણાઓને અપનાવી શકાય છે. લોકો પર્યાવરણને અનુરૂપ પર્યાયો પર કામ કરવા અને એને પસંદ કરવા માટે પ્રેરિત થશે જે આપણા દેશની સલામતી માટે અદ્ભુત વિચાર છે. આપણને લોકોની વિચારધારા બદલવા માટે કામ કરવાનું રહેશે. તેમને એ અહેસાસ અપાવવાનો રહેશે કે ઉત્સવોને ધૂમધામથી ઊજવી શકાય છે. સાથે જ પર્યાવરણ પ્રતિ સજાગતા લાવીને પણ તહેવારોને મનાવી શકાય છે.’

bhumi pednekar bollywood bollywood news bollywood gossips