ભોજપુરી ઍક્ટ્રેસ અનુપમા પાઠકે કર્યું સુસાઇડ

07 August, 2020 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભોજપુરી ઍક્ટ્રેસ અનુપમા પાઠકે કર્યું સુસાઇડ

ભોજપુરી ઍક્ટ્રેસ અનુપમા પાઠકે પોતાના દહિસરના ઘરે બીજી ઑગસ્ટે ફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. સુસાઇડ કરતાં પહેલાં તેણે બે કારણો જણાવ્યાં છે. સુસાઇડ પહેલાં તેણે એક વિડિયો બનાવ્યો હતો. એ વિડિયોમાં અનુપમાએ કહ્યું હતું કે બે કારણો છે જેના લીધે તે સુસાઇડ કરી રહી છે. એક છે મનીષ ઝા, લૉકડાઉનમાં તે જ્યારે તેના ઘરે ગઈ હતી તો મનીષે તેનું ટૂ-વ્હીલર પચાવી પાડ્યું છે. તે મુંબઈ પાછી ફરી તો આપવાની ના પાડી દીધી હતી. બીજું કારણ એ છે કે તેણે વિઝડમ પ્રોડ્યુસર કંપનીમાં પોતાના ફ્રેન્ડના કહેવા પર 10 હજાર રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા. તેણે ડિસેમ્બર ૨૦૧૯માં આપવાની ના પાડી દીધી હતી. સાથે જ તેણે કોઈના પર ભરોસો ન કરવાની વાત કહી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips dahisar