04 July, 2026 06:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતી સિંહે ધામધૂમથી ઊજવી નાના દીકરા કાજુના અન્નપ્રાશન સંસ્કારની વિધિ
કૉમેડિયન અને હોસ્ટ ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિમ્બાચિયા આ વર્ષે નાના દીકરા કાજુ એટલે કે યશવીર લિમ્બાચિયાનાં પેરન્ટ્સ બન્યાં છે. તાજેતરમાં દંપતીએ પોતાના દીકરા કાજુના અન્નપ્રાશન સંસ્કારની વિધિ ખૂબ જ ધામધૂમથી ઊજવી હતી અને પોતાના નવા વ્લૉગમાં આ પ્રસંગની સુંદર ઝલક જોવા મળી છે.
હાલમાં કાજુ ૭ મહિનાનો થઈ ગયો છે અને ભારતી સિંહે તમામ પરંપરાગત રીત-રિવાજો અનુસાર તેના અન્નપ્રાશન સંસ્કાર કરાવ્યા છે. વ્લૉગમાં જોવા મળે છે કે ભારતી સિંહે પોતાની નવા ઑફિસમાં પૂજાનું આયોજન કર્યું હતું. આખી ઑફિસને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી હતી. આ અન્નપ્રાશન સમારોહમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.