Bharat:ઘરડા થશે ત્યારે આવા લાગશે સલમાન ખાન, જુઓ ઝલક

15 April, 2019 12:59 PM IST  | 

Bharat:ઘરડા થશે ત્યારે આવા લાગશે સલમાન ખાન, જુઓ ઝલક

સલમાન ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3નું શૂટિંગ કરી રહ્યા છે. સાથે જ સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ની પણ દર્શકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની છે. ત્યારે સલમાન ખાને પોતાની ફિલ્મ 'ભારત'નો એક લૂક રિવીલ કર્યો છે. સલમાન ખાને શૅર કરેલો આ ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં સલમાન ખાન સિનિયર સિટીઝનના ગેટ અપમાં દેખાઈ રહ્યા છે. સલમાને આ ફોટોની સાથે કેપ્શન પણ લખ્યો છે. સલમાન ખાનની આ પોસ્ટ પર ફેન્સના રિએક્શન પણ આવી રહ્યા છે. આ ફોટો જોઈને લાગી રહ્યું છે કે સલમાન ખાનનો આ લૂક 'ભારત'ના એક લૂકની ઝલક છે.

 

સલમાન ખાને આ ફોટો ટ્વિટ કરીને લખ્યું છે,'જેટલા સફેદ વાળ મારા માથા અને દાઢીમાં છે, એનાથી વધુ રંગીન મારું જીવન રહ્યું છે.' આ કેપ્શન સાથે સલમાન ખાને ફોટો શૅર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સલમાન ખાને આ ફોટો શૅર કરવાની સાથે સાથે કેટરીના કૈફ, દિશા પટણી, સુનીલ ગ્રોવર, તબુ અને અલી ઝફરને ટેગ પણ કર્યા છે. ઉલ્લેખનીય ચછે કે આ પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. જેને પણ દર્શકોએ પસંદ કર્યું હતું.

આ પણ વાંચોઃ આ છે બોલીવુડના નિષ્ફળ "ખાન" અભિનેતાઓ

હવે ટૂંક સમયમાં ફિલ્મ 'ભારત'ના જુદા જુદા પાત્રોના લૂક રિવિલ થઈ શકે છે. જાન્યુઆરીમાં ફિલ્મનું ફર્સ્ટ ટીઝર રિલીઝ થયું હતું. 26 સેકન્ડના આ ટીઝરમાં સલમાન ખાન જુદા જુદા અવતારમાં જોવા મળ્યા હતા, જે પાત્ર પોતાની લાઈફ વિશે કંઈક કહેતું હતું.

 

Salman Khan bollywood katrina kaif ali zafar