બેખયાલીના કમ્પોઝર્સ સચેત અને પરંપરાએ કરી સગાઈ

29 November, 2020 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેખયાલીના કમ્પોઝર્સ સચેત અને પરંપરાએ કરી સગાઈ

સચેત અને પરંપરા

 ‘બેખયાલી’ ગીત બનાવનાર સચેત ટંડન અને પરંપરા ઠાકુરની સગાઈ થઈ ગઈ છે. આ બન્નેએ પોતાના રિલેશન છુપાવી રાખ્યા હતા. તેમણે કદી કોઈ હિન્ટ પણ નહોતી આપી. આ બન્નેએ ૨૦૧૫માં સિન્ગિંગ રિયલિટી શોમાં ભાગ લીધો હતો. હવે તેઓ બન્ને સાથે મળીને ફિલ્મોમાં ગીત કમ્પોઝ કરે છે. તેમણે અત્યાર સુધી ‘કબીર સિંહ’, ‘ટૉઇલેટ: એક પ્રેમકથા’ અને ‘પલ પલ દિલ કે પાસ’માં મ્યુઝિક આપ્યું છે. તેઓ અન્ય કમ્પોઝર્સનાં ગીતો પણ ગાય છે. તેમની પાસે શાહિદ કપૂરની ‘જર્સી’નું મ્યુઝિક કમ્પોઝ કરવાની પણ જવાબદારી છે. હવે પ્રોફેશનલ લાઇફની સાથે તેમણે લાઇફટાઇમ સુધી સાથે રહેવાની પણ શરૂઆત કરી દીધી છે. તેમની સગાઈના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. ફોટોમાં બન્નેએ એકસમાન કલરનાં આઉટફિટ પહેર્યાં છે. એક ફોટોમાં તેઓ એકબીજાને રિંગ પહેરાવી રહ્યાં છે, તો બીજામાં સચેત હાથમાં ફૂલ લઈને પરંપરાને પ્રપોઝ કરતો દેખાય છે.

entertainment news bollywood bollywood news