કેંસર પહેલા અને પછી! સોનાલીની આ પોસ્ટ તમને કરી દેશે ભાવુક

05 July, 2019 04:34 PM IST  |  મુંબઈ

કેંસર પહેલા અને પછી! સોનાલીની આ પોસ્ટ તમને કરી દેશે ભાવુક

સોનાલીની આ પોસ્ટ તમને કરી દેશે ભાવુક

બોલીવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ કેન્સરને મ્હાત આપીને એ સાબિત કરી દીધું છે કે તે એક મજબૂત મહિલા છે. જો કે એ દિવસોને યાદ કરીને તે આજે પણ ભાવુક થઈ જાય છે. એક્ટ્રેસ અનેક વાર ઉલ્લેખ કરી ચુકી છે કે કેન્સરની સારવાર દરમિયાન તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જો કે તેના આ સફરમાં તેના પરિવારે તેનો ખૂબ જ સાથ આપ્યો અને ખૂબ જ હિમ્મત આપી.

હવે સોનાલીએ પોતાની મોનોક્રોમ તસવીર શેર કરીને પોતાના ચાહકોનો આભાર માન્યો છે જેમણે બીમારી દરમિયાન તેમનો સપોર્ટ કર્યો અને હિંમત બનાવી રાખી. સોનાલીએ જે તસવીર શેર કરી છે તેને જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જશે.


એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તેનો અડધો ચહેરો કેન્સરની સારવાર પહેલાનો અને અડધો ચહેરો કેન્સરને મ્હાત દીધા બાદનો છે. આ તસવીરની ખાસ વાત એ છે કે સોનાલીના ચહેરા પર સ્મિત છે અને આંખમાં જે સ્મિત છે તે કેન્સરને મ્હાત દેવાનું સાફ નજર આવી રહ્યું છે.


સોનાલીએ ફોટો પર શેર કરતા લખ્યું કે, પોતાના દર્દના માધ્યથી મજબૂત રહો, તેનાથી ફૂલ ઉગાડો, તમે મારી મદદ કરી છે તેના માટે આભાર. હું વ્યક્ત નથી કરી શકતી કે તમે તમામ લોકો કેટલા મહત્વપૂર્ણ છો. આભાર મને આમાંથી કાઢવા માટે અને મારી મદદ માટે.

આ પણ વાંચોઃ આ બોલીવુડ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા શોએબ અખ્તર, કરવા માંગતા હતા કિડનેપ

sonali bendre bollywood news