Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ બોલીવુડ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા શોએબ અખ્તર, પોતે જ કર્યો ખુલાસો

આ બોલીવુડ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા શોએબ અખ્તર, પોતે જ કર્યો ખુલાસો

17 June, 2019 02:21 PM IST | નવી દિલ્હી

આ બોલીવુડ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા શોએબ અખ્તર, પોતે જ કર્યો ખુલાસો

આ બોલીવુડ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા શોએબ અખ્તર

આ બોલીવુડ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા શોએબ અખ્તર


રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરને કોઈ ઓળખ આપવાની જરૂર નથી. શોએબ બે વસ્તુઓ માટે જાણીતા છે. એક તેમની બોલિંગ કરવાની સ્પીડ અને બીજો તેમનો ગુસ્સો. શોએબનો ગુસ્સો ખૂબ જ તેજ હતો, તેઓ ખૂબ જ અગ્રેસિવ હતા. પરંતુ આ ગુસ્સાવાળા ક્રિકેટરની જિંગદીમાં એક એવો સમય આવ્યો જ્યારે તેઓ પોતાનું દિલ હારી બેઠા અને તે પણ બોલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે પર.

એક ઈન્ટરવ્યૂમાં શોએબે ખુદ એ વાતનો ખુલાસો કર્યો કે તેઓ સોનાલીને એટલા ચાહવા લાગ્યા હતા કે તેમને કિડનેપ કરવા પણ તૈયાર હતા. શોએબે કહ્યું કે, ભારતના પ્રવાસ દરમિયાન તેમની મુલાકાત સોનાલી સાથે થઈ હતી અને પહેલી નજરમાં જ તેઓ દિલ દઈ બેઠા. આ બાદ તેમણે સોનાલીને 'ઈંગ્લિશ બાબૂ દેશી મેમ' ફિલ્મમાં જોયા અને તેના દીવાના થઈ ગયા. વાત એ હદ સુધી આવી ગઈ કે શોએબ, સોનાલીનો ફોટો પોતાના પર્સમાં રાખીને ફરતા હતા.

આ પણ વાંચોઃ આ બૉલીવુડ સિંગરે સલમાન ખાનની ઉડાવી મજાક કહ્યું આવું....



શોએબે જણાવ્યું કે તેણે વિચારી લીધું હતું કે, જો સોનાલીએ તેનું પ્રપોઝલ ઠુકરાવી દીધું તો તેઓ તેને કિડનેપ કરી લેશે. જો કે આ વાત તેમણે મજાકમાં કહી હતી. બાદમાં જ્યારે આ વિશે સોનાલીને પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તે શોએબ અખ્તર નામના કોઈ પાકિસ્તાની ક્રિકેટરને નથી ઓળખતી. તે ક્રિકેટની ફેન નથી એટલે ક્રિકેટર્સ વિશે વધુ નથી જાણતી. જો કે, તેમણે શોએબ અખ્તરને પોતાનો ફેન હોવા બદલ ધન્યવાદ કહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2019 02:21 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK