તમે પણ સ્વીકારો બાલા ચેલેન્જ, અક્ષય કુમાર કરશે તમારો વીડિયો રિટ્વીટ

09 October, 2019 03:07 PM IST  |  મુંબઈ ડેસ્ક

તમે પણ સ્વીકારો બાલા ચેલેન્જ, અક્ષય કુમાર કરશે તમારો વીડિયો રિટ્વીટ

બાલા ચેલેન્જ

મલ્ટી સ્ટારર ફિલ્મ 'હાઉસફુલ-4' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના સ્ટાર અક્ષય કુમાર સહિત બૉબી દેઓલ, રિતેશ દેશમુખ, પૂજા હેગડે, કૃતિ સેનોન, કૃતિ ખરબંદા પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના બે ગીત રિલીઝ થઈ ચૂક્યા છે, જેમાં ‘બાલા’ ગીત સૌથી વધું ફેમસ થઈ રહ્યું છે. આ ગીતને લઇને એક ચેલેન્જ પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. લોકો આ ચેલેન્જ એક્સેપ્ટ કરીને વીડિયો પોસ્ટ કરી રહ્યા છે અને અન્ય લોકોને આ પણ ચેલેન્જ આપી રહ્યા છે.

આ ચેલેન્જમાં બાલા ગીતનું એક સિગ્નેચર સ્ટેપ કરવાનું છે અને તે વીડિયો અપલોડ કરવાનો છે. કેટલાય લોકોએ આ ચેલેન્જ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. તો ફિલ્મ સ્ટાર અક્ષય કુમારે આ ચેલેન્જ પૂરી કરનારા યૂઝર્સના વીડિયો પોતાના ટ્વિટર પરથી શૅર કર્યા છે અને સતત શૅર કરી રહ્યો છે. આ ચેલેન્જ માટે હવે સતત વીડિયો શૅર થઈ રહ્યા છે અને અક્ષય કુમાર તેને રીટ્વીટ કરી રહ્યો છે.

આ ગીત એટલું વાયરલ થઈ રહ્યું છે કે તેને ફિલ્મમાં કામ કરતાં સ્ટાર્સ સાથે અન્ય સ્ટાર્સ પણ તેની વાત કરી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેતા આયુષ્માન ખુરાનાએ અક્ષય કુમારને ટેગ કરતાં એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે કેટલાક ટકલા લોકો સાતે ડાન્સ કરી રહ્યો છે અને તે પણ બાલા ગીતના સ્ટેપ કરી રહ્યા છે, જે વાયરલ છે. જણાવીએ કે આયુષ્માન ખુરાનાની પણ એખ ફિલ્મ આવવાની છે, જેનું નામ છે બાલા.

આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

અક્ષય કુમાર પોતાની ફિલ્મ હાઉસફુલ 4માં બાલા નામનું પાત્ર ભજવી રહ્યો છે અને બાલા સંપૂર્ણપણે વાળ વગરનો છે. તો આયુષ્માનની ફિલ્મમાં પણ આવું જ છે. ફિલ્મ પુનર્જન્મની સ્ટોરી પર આધારિત છે અને આમાં 1419ની સાથે સાથે આજનો સમય એટલે કે 2019 દર્શાવવામાં આવશે. આ પહેલા હાઉસફુલ સીરીઝની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે અને હવે આ ચોથી ફિલ્મ છે.

akshay kumar bollywood bollywood news bollywood gossips