Bajrangi Bhaijaanની મુન્ની આ એવોર્ડથી સન્માનિત, હર્ષાલી મલ્હોત્રાની તસવીર સામે આવી, જુઓ

11 January, 2022 07:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

`બજરંગી ભાઈજાન`ની મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રતિષ્ઠિત `ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડ` થી સન્માનિત કરવામાં આવી છે.

તસવીરઃ ઈન્સ્ટાગ્રામ

બૉલિવૂડના દબંગ સલમાન ખાન (Salman Khan)સાથે સ્ક્રીન શેર કરનાર મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા(Harshali Malhotra) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હર્ષાલી ઇન્સ્ટા રીલ્સ પણ બનાવે છે.  હર્ષાલી હેડલાઇન્સમાં રહે જ છે, પરંતુ આ વખતે કારણ કંઈક બીજું છે.

વાસ્તવમાં `બજરંગી ભાઈજાન`ની મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રતિષ્ઠિત `ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડ` થી સન્માનિત કરવામાં આવી છે. હર્ષાલીને આ એવોર્ડ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપ્યો હતો.

હર્ષાલીએ તેના સોશિયલ મીડિયા પરથી આ માહિતી આપી હતી. તેણે લખ્યું, `ભારત રત્ન ડૉ. આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થવા પર ગર્વ અનુભવું છું.` હર્ષાલીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે હર્ષાલી મલ્હોત્રાને પહેલીવાર એવોર્ડ મળ્યો નથી. અગાઉ, તેણીને `બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ સ્ક્રીન એવોર્ડ, ઝી સિને બેસ્ટ ફીમેલ ડેબ્યુ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. એમ કહેવું ખોટું નહીં હોય કે આ ફિલ્મ પછી મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા દરેકના મનમાં વસી ગઈ છે.

હર્ષાલીએ ફિલ્મમાં એક પણ ડાયલોગ નથી ઉચ્ચાર્યો પરંતુ તેણે પોતાની માસૂમિયત, સ્મિત અને બોલ્યા વગર પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા. ચાહકો તેને ફરી એકવાર ફિલ્મોમાં જોવા માંગે છે. હર્ષાલી પોતે અભિનેત્રી બનવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ એક ઈન્ટરવ્યુમાં તેણે આપેલા નિવેદન મુજબ તે પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે. જો કે આ દરમિયાન જો તેને સારી ઓફર મળી તો તેણે તે કરવાનો ઇનકાર કર્યો નથી.

bollywood news bajrangi bhaijaan