વીડિયો: મુંબઈના વરસાદમાં મસ્ત અંદાજમાં નાચી બાહુબલીની આ એક્ટ્રેસ

28 June, 2019 06:28 PM IST  | 

વીડિયો: મુંબઈના વરસાદમાં મસ્ત અંદાજમાં નાચી બાહુબલીની આ એક્ટ્રેસ

તમન્નાએ મુંબઈના વરસાદને ડાન્સ સાથે આવકાર્યો

બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા ટૂંક સમયમાં જ નવાજુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ 'બોલે ચૂડિયા'માં જોવા મળશે. તમન્ના ભાટિયા પહેલા આ ફિલ્મ માટે મોની રૉયને સાઈન કરવામાં આવી હતી જો કે, વિવાદના કારણે તમન્ના ભાટિયાને પસંદ કરવામાં આવી હતી. હવે મોની રૉયની જગ્યાએ નવાઝ સાથે તમન્ના ભાટિયા જોવા મળશે

તમન્ના ભાટિયાને તેના કૂલ અંદાજ માટે ઓળખવામાં આવે છે. તમન્ના હમેશા બિન્દાસ જોવા મળી છે અને તેનો આ બિન્દાસ મુંબઈના વરસાદમાં પણ જોવા મળ્યો હતો. તમન્નાએ મુંબઈના વરસાદને ડાન્સ સાથે આવકાર્યો હતો. મુંબઈમાં સવારથી મેઘરાજાએ પધરામણી કરી હતી. તમન્ના ભાટિયાએ તેના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. તમન્નાના વીડિયોને તેના પ્રસંશકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તમન્ના સાથે તેની મિત્ર પણ વરસાદની મોજ માણતી જોવા મળી રહી છે.

તમન્ના ભાટિયા અક્ષય કુમાર સાથે એન્ટરટેઈનમેન્ટ સિવાય અન્ય ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે જો કે તમન્નાને લાઈમ લાઈટ બાહુબલીથી મળી હતી તમન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે અને અવારનવાર વીડિયોઝ અને ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. તમન્ના હવે તેની અપકમિંગ ફિલ્મ બોલે ચુડિયાને લઈને તૈયાર છે અને નવાઝ સાથે સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે

tamannaah bhatia mumbai rains gujarati mid-day