ભારતમાં ટૅલન્ટની શોધ કરશે બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ

24 November, 2020 07:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં ટૅલન્ટની શોધ કરશે બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ

ફાઈલ તસવીર

BAFTA એટલે કે ધ બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ ભારતમાં અદ્ભુત ટૅલન્ટની શોધ કરશે. આ ઍકૅડેમી અવૉર્ડ્સ શોની સાથે નવી ટૅલન્ટને એક પ્લૅટફૉર્મ પણ આપે છે. તેમણે પોતાની આ પહેલ હેઠળ અનેક આર્ટિસ્ટ્સ જેવા કે ટૉમ હોલાન્ડ, લેટિશિયા રાઇટ, ફ્લૉરેન્સ પઘ, જેસી બુક્લી, જોશ ઓકોન્નુર અને કેલમ ટર્નરને મંચ આપ્યો છે. ભારત આવીને આ ઍકૅડેમી બ્રિટિશ અને ભારતની ટૅલન્ટના સંબંધોને વધુ વિકસિત કરવા માગે છે. 2020માં BAFTA ભારતની ફિલ્મો, ગેમ્સ અને ટેલિવિઝનમાં કામ કરનારી 5 ટૅલન્ટ્સની ખોજ કરશે. પસંદગી પામેલા કલાકારોને ભારત અને લંડનમાં એક વર્ષના પ્રોગ્રામમાં કામ કરવાની તક મળશે. તેમની ટૅલન્ટને વિશ્વભરમાં ઓળખ મળશે. સાથે જ તેમને આ ઇન્ડસ્ટ્રી વિશે વિસ્તારમાં જાણવાની અને વિશ્વભરના લોકોને મળવાની પણ તક મળશે. BAFTAએ આ પ્રોગ્રામ લંડનમાં 2013માં અને ચીનમાં 2019થી શરૂ કર્યો છે. આ વર્ષે એને અમેરિકામાં પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ પહેલ હેઠળ 130 ટૅલન્ટ્સને સપોર્ટ કરવામાં આવ્યો છે. BAFTAનાં લર્નિંગ ઍન્ડ ન્યુ ટૅલન્ટના ડિરેક્ટર ટિમ હન્ટરે કહ્યું હતું કે ‘BAFTAની આર્ટ્સ માટેની ક્રીએટિવ પાર્ટનરશિપ છે. અમે એકમાત્ર આર્ટની ચૅરિટીઝ કરીએ છીએ જેથી ફિલ્મો, ગેમ્સ અને ટેલિવિઝન અને વિશ્વ સ્તરે કામ કરીએ છીએ. ભારત ક્રીએટિવ વિવિધતાની સ્ક્રીન આર્ટ્સ ધરાવતું એક સફળ, સંપન્ન અને આકર્ષક કેન્દ્ર છે જે ‘બૉલીવુડ’ શબ્દ કરતાં પણ આગળ છે. વિશ્વના પ્રસિદ્ધ કલાકારો ભારતની ફિલ્મો, ગેમ્સ અને ટેલિવિઝનમાં કામ કરે છે. ભારત પાસેથી ઘણુંબધું શીખવા જેવું છે.’

entertainment news bollywood bollywood news