National Award મળવાની ખુશીમાં અંધાધૂન ટીમની પાર્ટી, ન પહોંચી આ સ્ટાર

22 August, 2019 03:08 PM IST  | 

National Award મળવાની ખુશીમાં અંધાધૂન ટીમની પાર્ટી, ન પહોંચી આ સ્ટાર

આયુષ્માન ખુરાના, તબ્બૂ અને રાધિકા આપ્ટેની ફિલ્મને 66માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. ફિલ્મ માટે આયુષ્માન ખુરાનાને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ફિલ્મને નેશનલ એવોર્ડ મળવાની ખુશીમાં બુધવારે પાર્ટી રાખવામાં આવી છે અને પાર્ટીમાં ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોએ હાજરી આપી હતી. જો કે ફિલ્મની લીડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે પાર્ટીમાં હાજરી રહી નહી.

સક્સેસ પાર્ટીમાં આયુષ્માન ખુરાના, તબ્બૂ, અપારશક્તિ ખુરાના સહિતના સ્ટાર્સ જોવા મળ્યા હતા. ફિલ્મમાં લીડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે પાર્ટીમાં દેખાઈ હતી નહી. પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં ફિલ્મ સાથે જોડાયેલા તમામ સ્ટાર્સ જોવા મળી રહ્યાં છે. પિંકવિલાની રિપોર્ટ અનુસાર રાધિકા આપ્ટે કોઈ કામના કારણે લંડનમાં છે જેના કારણે તે પાર્ટીમાં સામેલ થઈ નહી.

આ પણ વાંચો: Mission Mangal ની સફળતા પછી પણ કેમ ડરી રહ્યાં છે અક્ષય કુમાર

અંધાધૂન પછી હવે આયુષ્માન ખુરાના તેની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ લઈને આવી રહ્યો છે. ફિલ્મ ડ્રીમ ગર્લમાં આયુષ્માન ખુરાના ફિમેસ વોઈસ આપતો જોવા મળશે. આયુષ્માન ખુરાના ફિલ્મમાં રામલીલા અને મહાભારતના મંચ પર ફીમેલ રોલ નિભાવશે. ફિલ્મનું ડિરેક્શન રાજ શાંડિલ્યએ કર્યું છે જ્યારે પ્રોડક્શન એકતા કપૂરે કર્યું છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે નુસરત ભરૂચા જોવા મળશે. આયુષ્માન ખુરાના તેની ફિલ્મોના અનોખા કોન્સેપ્ટ માટે જાણીતો છે. વિક્કી ડોનર હોય કે બધાઈ હો, અંધાધૂન હોય કે આર્ટિકલ 15 દર્શકોને હમેશા નવા કોન્સેપ્ટ સાથે રૂબરૂ કરાવે છે આયુષ્માન ખુરાના.

ayushmann khurrana gujarati mid-day