આયુષ્માનની ફિલ્મ બાલાનું ટ્રેલર રીલિઝ, હસાવી હસાવીને લોટપોટ કરી દેશે

10 October, 2019 02:56 PM IST  |  મુંબઈ

આયુષ્માનની ફિલ્મ બાલાનું ટ્રેલર રીલિઝ, હસાવી હસાવીને લોટપોટ કરી દેશે

ફિલ્મ બાલાનું ટ્રેલર રિલીઝ

આયુષ્માનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ બાલાનું ટ્રેલર રિલીઝ થતા જ વાયરલ થઈ ગયું છે. ટ્રેલરમાં શાનદાર ડાયલૉગ્સ અને કૉમિક સીન હોવાના કારણે લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકો ટ્રેલર જોઈને હસવાનું રોકી થી શકતા. રિલીઝ થતાની ગણતરીની મિનિટોમાં જ લાખો લોકો ટ્રેલરને જોઈ ચુક્યા છે.

આયુષ્માનની આ ફિલ્મને સની સિંહની ઉજડા ચમન સાથે કમ્પેર કરવામાં આવી રહી છે. આ સાથે જ બંને ફિલ્મો વચ્ચેની રિલીઝ ડેટ અને પોસ્ટર વૉર શરૂ થઈ ગયું છે. આ વચ્ચે જ મેકર્સે બાલાનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મ દિનેશ વિજનને મેડૉક ફિલ્મ્સના બેનર નીચે બની રહી છે.


ટ્રેલરની શરૂઆતમાં આયુષ્માન ખુરાના એક બ્યૂટી ક્લાસમાં છોકરીઓ અને મહિલાઓને ભણાવતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ક્લાસ લઈ રહેલી ભૂમિ ઉભી થઈને સવાલ કરે છે કે આ ટોપી તમે કેમ પહેરીને જ રાખો છો અને તેની ટોપી ઉછાળી દે છે. જે બાદ તેને વાળ ન હોવાનું રહસ્ય સામે આવે છે અને ક્લાસમાં બેસેલી તમામ છોકરીઓ હસવા માંડે છે.

ફિલ્મમાં આયુષ્માન ખુરાના, સૌરભ શુક્લા, ભૂમિ પેડનેકર, યામી ગૌતમ અને સીમા પાહવા, જાવેદ જાફરી મુખ્ય ભૂમિકામાં છે. આ ટ્રેલર રિલીઝ થયાની કેટલીક જ મિનિટોમાં 2 લાખ વ્યૂઝ થઈ ગયા છે. ફિલ્મ 7 નવેમ્બરે રિલીઝ થશે.

આ પણ જુઓઃ આવા 'ગરબાઘેલા' છે આપણા સેલેબ્સ, નથી ચૂકતા ગરબે રમવાનો એક પણ મોકો

ayushmann khurrana bhumi pednekar yami gautam