Bala Box Office Collection Day 4: આયુષ્માનની ફિલ્મ 50 કરોડની પાર

12 November, 2019 03:37 PM IST  |  Mumbai Desk

Bala Box Office Collection Day 4: આયુષ્માનની ફિલ્મ 50 કરોડની પાર

ઓપનિંગ વીકએન્ડમાં જબરજસ્ત પર્ફોર્મન્સ કર્યા બાદ આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલાએ પહેલા સોમવારે બૉક્સ ઑફિસ પર પોતાની જબરજસ્ત હાજરી નોંધાવી છે. ફિલ્મે ચાર દિવસમાં 50 કરોડનો પડાવ પાર કરી લીધો છે. ટ્રેડ જાણકારો પ્રમાણે ફિલ્મના કલેક્શન્સનું ટ્રેન્ડ આયુષ્માનની છેલ્લી ફિલ્મ ડ્રીમ ગર્લ કરતાં સારું છે.

8 નવેમ્બરે રિલીઝ થયેલી બાલાએ શુક્રવારે 10.15 કરોડની ઓપનિંગ કરી હતી. વીકએન્ડના બાકીના દિવસોમાં ફિલ્મના કલેક્શન્સમાં ઉછાળો આવ્યો છે. શનિવારે ફિલ્મે 15.73 કરોડ અને રવિવારે 18.07 કરોડ જમા કર્યા છે. ઓપનિંગ વીકએન્ડમાં જ ફિલ્મે 43.95 કરોડ જમા કરી લીધા છે. સોમવારે બાલા 8.26 કરોડ મેળવવામાં સફળ રહી. આ રીતે રિલીઝના 4 દિવસોમાં બાલાએ 52.21 કરોડનું જબરજસ્ત કલેક્શન કર્યું છે. આજે (12 નવેમ્બર)ના દેશભરમાં ગુરુનાનક જયંતીની રજા હોવાથી કલેક્શન્સમાં વધારો થવાની શક્યતા છે. ટ્રેડ વિશ્લેષકો પ્રમાણે, પાંચમાં દિવસે એટલે કે મંગળવારે બાલા 10 કરોડથી વધારે જમા કરી શકે છે.

આયુષ્માન ખુરાનાની આ વર્ષની બીજી રિલીઝ છે. આ પહેલા આવેલી ડ્રીમ ગર્લે બૉક્સ ઑફિસ પર 139.70 કરોડનું કલેક્શન કર્યું હતું. ઓપનિંગ વીકએન્ડમાં બાલાના કલેક્શન ડ્રીમ ગર્લને પાછળ છોડી દીધા છે, જેણે 7.43 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ટ્રેન્ડ જોતાં માનવામાં આવી રહ્યું છે કે 2019માં બાલા આયુષ્માન ખુરાનાની બીજી 100 કરોડની ફિલ્મ બની શકે છે.

આ પણ વાંચો : Aarohi Patel: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...

અમર કૌશિક નિર્દેશિત બાલા એક રોમેન્ટિક કૉમેડી ફિલ્મ છે, જેમાં પ્રી-મેચ્યોર બૉલ્ડિંગ જેવા ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આયુષ્માને ફિલ્મમાં એવા યુવકનું પાત્ર ભજવ્યું છે, જેના વાળ યુવાનીમાં ખરવા લાગે છે અને લગભગ બૉલ્ડ થઈ જાય છે. આ કારણે તેના જીવનમાં ઉથલ-પુથલ મચી જાય છે. ફિલ્મમાં યામી ગૌતમ અને ભૂમિ પેડણેકરે ફીમેલ લીડ રોલ ભજવ્યું છે.

bollywood entertaintment ayushmann khurrana bollywood news bollywood gossips