આર્ટિકલ 15 : આયુષ્માને લોકોને થિએટરમાં જવા મજબુર કર્યા, આટલી થઈ કમાણી

01 July, 2019 04:58 PM IST  |  મુંબઈ ડેસ્ક

આર્ટિકલ 15 : આયુષ્માને લોકોને થિએટરમાં જવા મજબુર કર્યા, આટલી થઈ કમાણી

આર્ટિકલ 15

આર્ટિકલ 15 આયુષ્માન ખુરાનાની ફિલ્મે પોતાના ઓપનિંગ વીકએન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. સમીક્ષકોની પરીક્ષામાં પાસ થયેલી આર્ટિકલ 15 દર્શકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે, જેને કારણે ઓપનિંગ વીકએન્ડમાં જ આ ફિલ્મે 20 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

ઓપનિંગ વીકએન્ડનું નેટ કલેક્શન 20 કરોડની પાર
ટ્રેડ સૂત્રો પ્રમાણે, 28 જૂનના રિલીધ થયેલી ફિલ્મ આર્ટિકલ 15એ શુક્રવારે 5.02 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી, જેના પછી શનિવારે ફિલ્મે 7.25 કરોડ રૂપિયા અને રવિવારે 7.77 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, આમ ઓપનિંગ વીકએન્ડમાં ફિલ્મનું નેટ કલેક્શન 20.04 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. અહીં નોંધનીય બાબત એ છે કે રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ખૂબ જ મહત્વની વર્લ્ડકપ મેચ છતાં આર્ટિકલ 15ની કમાણીના આંકડામાં વધારો થયો છે. તો શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહની જબરજસ્ત કૉમ્પિટિશનને કારણે આર્ટિકલ 15ના આ કલેક્શનને માહિતગારો સારી ગણાવી રહ્યા છે. કબીર સિંહે બીજા વીકએન્ડમાં 47.15 કરોડનું કલેક્શન કર્યું છે.

બીજુ બેસ્ટ ઓપનિંગ વીકએન્ડ
આયુષ્માન ખુરાનાનું આ બીજું બેસ્ટ ઓપનિંગ વીકએન્ડ છે. ગયા વર્ષે આવેલી બધાઇ હોને પણ 4 દિવસનું વીકએન્ડ મળ્યું હતું જેમાં તેણે 45.70 કરોડનું કલેક્શન કર્યું હતું. તો, થ્રિલર ફિલ્મ અંધાધુન 15 કરોડ રૂપિયા ઓપનિંગ વીકએન્ડમાં જમા કર્યા હતા, જ્યારે 2017માં આવેલી શુભ મંગલ સાવધાન અને બરેલીની બર્ફીએ 14.46 કરોડ રૂપિયા અને 11.52 કરોડ રૂપિયાનું કલેક્શન ઓપનિંગ વીકએન્ડમાં કર્યું હતું,

આ પણ વાંચો : મલાઇકાએ જ્યારે દીકરાને કરી અર્જુન કપૂર સાથેના સંબંધની વાત

જાતિવાદને કારણે ફિલ્મને કરવો પડ્યો વિરોધનો સામનો
આર્ટિકલ 15 અનુભવ સિન્હાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મ ઉત્તરપ્રદેશમાં થયેલા એક દુષ્કર્મની સાચી ઘટના પર આધારિત છે, જેણે આખા સમાજની સિસ્ટમને હલબલાવી મૂકી. ફિલ્મના સંવાદોમાં એક જાતિનું ખાસ રેફરન્સ હોવાને કારણે કેટલીક જગ્યાએ આ ફિલ્મને વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે.

ayushmann khurrana bollywood bollywood news bollywood gossips bollywood events