મલાઇકાએ જ્યારે દીકરાને કરી અર્જુન કપૂર સાથેના સંબંધની વાત

Published: Jul 01, 2019, 16:43 IST | મુંબઈ ડેસ્ક

મલાઇકા અરોરાએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં 34 વર્ષના અર્જુન કપૂર સાથે પોતાના રિલેશનને લઇને ખુલાસો કર્યો અને લગ્ન વિશે પણ વાત કરી.

મલાઇકા અરોરા પુત્ર અરહાન સાથે
મલાઇકા અરોરા પુત્ર અરહાન સાથે

બોલીવુડમાં સલમાન ખાનના લગ્ન બાદ જો કોઇ ચર્ચા હોય તો તે સલમાનના ભાઇ અરભાઝની પુર્વ પત્ની મલાઇકા અરોરા અને અર્જુન કપુરના લગ્નની છે. અરબાઝ ખાન સાથે છુટા પડ્યા બાદ મલાઇકા અરોરાનું નામ અર્જુન કપુર સાથે જોડાતા બોલીવુડનો માહોલ ગરમાઇ ગયો હતો.

હાલ આ બંને ન્યૂયોર્કમાં રજાઓ મનાવી રહ્યા છે અને બન્નેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે હવે જાહેર કરી દીધું છે કે બન્ને રિલેશનશિપમાં છે. તાજેતરમાં એક મીડિયા એજન્સીને ઇન્ટરવ્યૂ આપતાં 43 વર્ષની મલાઇકાએ અર્જુન કપૂર સાથેના પોતાના સંબંધ વિશે ખુલીને વાત કરી. મલાઇકા અરોરાએ એ પણ જણાવ્યું કે 16 વર્ષના દીકરા અરહાને જ્યારે અર્જુન કપૂર સાથેના સંબંધ બાબતે શું રિએક્શન આપ્યું.

મલાઇકા અરોરાને અર્જુન કપૂર સાથે તેના રિલેશન વિશે 16 વર્ષના દીકરા અરહાનના રિએક્શન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, "હું એવું માનું છું કેકોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પ્રમાણિક હોવું જોઇએ. પોતાના નજીકના લોકોને એ જણાવવું પણ જરૂરી છે કે તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે અને પછી તેમને સમય આપવો જોઇએ કે તે બધી બાબતો સમજી શકે. અમારી વચ્ચે પણ આ વિશે વાત થઈ છે અને મને આનંદ છે કે આજે બધાં પહેલાથી વધારે ખુશ છે."

આ પણ વાંચો : ઝાયરા વસીમના બોલીવુડ છોડવા પર રવિના ટંડને કહ્યું કંઈક આવું

મલાઇકા અરોરાએ અર્જુન કપૂર તેના કરતાં નવ વર્ષ નાનો છે તે વિશે કહ્યું કે, "જ્યારે તમે રિલેશનશિપમાં હોવ છો ત્યારે ઊંમર વચ્ચે નથી આવતી. અહીં બધું જ કનેક્શન બે હ્રદય અને મનનું હોય છે. દુર્ભાગ્યે આપણે એવા સમાજમાં રહીએ છીએ જે સમય સાથે આગળ વધવા તૈયાર નથી. નાની ઊંમરની છોકરી, પોતાનાથી મોટી ઊંમરના પુરુષને પ્રેમ કરે છે, આ દરેક જગ્યાએ જોવા મળે છે, પણ જ્યારે કોઈ સ્ત્રી આવું કરે છે તો તેને હતાશ અથવા બુડ્ઢી કહેવામાં આવે છે..." જોકે મલાઇકાએ હજી નથી જણાવ્યું કે તે અર્જુન કપૂર સાથે લગ્ન ક્યારે કરવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK