એક ફ્લોપ બાદ આઉટસાઈડર્સને બીજો ચાન્સ નથી મળતો: આયુષ્માન ખુરાના

26 July, 2020 07:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક ફ્લોપ બાદ આઉટસાઈડર્સને બીજો ચાન્સ નથી મળતો: આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા બાદ બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ જોર પકડયું છે. બૉલીવુડમાં સફળ ડેબ્યૂ કરનાર અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)એ પણ સગાવાદના મુદ્દે આખરે મૌન તોડયું છે. અભિનેતાએ કહ્યું હતું કે, બૉલીવુડમાં સારી શરૂઆત માટે મેં પાંચ ફિલ્મો રિજેક્ટ કરી હતી. કારણકે મને ખબર છે કે એક બહારની વ્યક્તિ હોવાથી મને બીજી તક નહીં મળે.

આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું કે, સફળ સ્ટાર કિડ્સ વાસ્તવમાં પ્રતિભાશાળી છે. તેમને તેમનો પહેલો બ્રેક મળે છે પણ પછી તેમને ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે એક બેન્ચમાર્ક પાર કરવો પડે છે. જો હું મારું 50 ટકા આપુ તો લોકો કહે છે કે મે તેને જાતે હાંસલ કર્યો છે. જ્યારે સ્ટાર કિડ્સમાં 80 ટકાની ક્ષમતા છે અને તે તેમનું 100 ટકા આપે છે તો પણ લોકો સંતુષ્ટ થતા નથી.

અભિનેતાએ 2012થી ફિલ્મ 'વિક્કી ડોનર'માં એક સ્પમ ડોનરની ભૂમિકા ભજવી હતી. તેણે ન ફક્ત કોમર્શિયલ એન્ટરટેનરનાં રૂપમાં તેની સુક્ષ્મતા સાબિત કરી છે. પરંતુ સામાજિક રૂપથી પણ પ્રાસંગિક ફિલ્મોમાં દમદાર અભિનય કરીને પ્રશંસા હાંસલ કરી છે. આયુષ્માન હાલમાં પણ ફિલ્મ નિર્માતાઓ પાસે કામ માંગતા સંકોચ નથી કરતો. એક મીડિયા હાઉસનાં કાર્યક્રમમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેણે પોતે ફિલ્મ 'અંધાધુંધ' અને 'આર્ટિકલ 15' માટે નિર્માતાઓનો સંપર્ક કર્યો હતો. કારણ કે તેનું માનવું છે કે, 'કામ માંગવામાં શરમ ન કરવી જોઇએ' આયુષ્માન અભિનેતા હોવાની સાથે એક સફળ સિંગર પણ છે.

entertainment news bollywood bollywood news bollywood gossips ayushmann khurrana