સ્કૂલની નજીકથી પસાર થતાં બાળપણના દિવસોમાં ખોવાયો આયુષ્માન

09 November, 2020 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કૂલની નજીકથી પસાર થતાં બાળપણના દિવસોમાં ખોવાયો આયુષ્માન

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના ચંડીગઢમાં આવેલી તેની સ્કૂલની નજીકથી પસાર થતાં બાળપણના દિવસોને યાદ કરવા લાગ્યો હતો. તે ત્યાં ‘ચંડીગઢ કરે આશિકી’નું શૂટિંગ કરી રહ્યો છે. તેની કાર તેની સ્કૂલની નજીકથી પસાર થઈ હતી. એની ક્લિપ તેણે ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી હતી. એ ક્લિપ પર આયુષ્માને લખ્યું હતું કે હું હમણાં મારી સ્કૂલની નજીકથી પસાર થયો.

તો સાથે જ તેણે એક રેસ્ટોરન્ટનું મેનુ બોર્ડ પણ શૅર કર્યું હતું. એ રેસ્ટોરન્ટમાં તે તેના ડૅડી સાથે જતો હતો. એ મેનુ બોર્ડને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને આયુષ્માને કૅપ્શન આપી હતી કે ‘રાતેં બદલતી રહતી હૈ હર સાલ. બચપન મેં જબ પાપા કે સાથ આતા થા તો 10 રુપએ મેં કૉફી હોતી થી.’

entertainment news bollywood bollywood news bollywood gossips chandigarh ayushmann khurrana