UNICEF સાથે મળીને બાળકો સાથે થતી હિંસાને અટકાવશે આયુષ્માન ખુરાના

12 September, 2020 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

UNICEF સાથે મળીને બાળકો સાથે થતી હિંસાને અટકાવશે આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

UNICEF (યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ એજ્યુકેશન ફન્ડ) ઇન્ડિયાના સેલિબ્રિટી ઍડ્વોકેટ તરીકે આયુષ્માન ખુરાના બાળકો પ્રતિ થતી હિંસાને અટકાવવાના પ્રયાસ કરશે. UNICEFને પણ પૂરો વિશ્વાસ છે કે આયુષ્માન સાથે તેઓ પોતાના મિશનમાં સફળ થશે. આયુષ્માન બાળકોના અધિકાર વિશે પણ લોકોને જાગૃત કરશે. દરેક બાળકને સલામત બાળપણ મળવું જરૂરી છે. એ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘હું UNICEFમાં સેલિબ્રિટી ઍડ્વોકેટ તરીકે જોડાઈને ખૂબ ખુશ છું. મારું માનવું છે કે દરેક બાળકને સારું જીવન મળવું જોઈએ. હું જોઉં છું કે મારાં બાળકોને ઘરમાં સલામત અને ખુશખુશાલ વાતાવરણ મળે છે. મને એ બાળકોની ચિંતા થાય છે જેમને સુરક્ષિત બાળપણ નથી મળતું. સાથે જ તેમનો ઉછેર ઘરમાં અને બહારના હિંસક વાતાવરણમાં થાય છે. યુનિસેફની સાથે મળીને હું આ બાળકોના રાઇટ્સ માટે કામ કરીશ જેથી તેમનો ઉછેર ખુશખુશાલ વાતાવરણમાં થાય અને તેમને એજ્યુકેશન પણ મળી રહે.’

entertainment news bollywood bollywood news bollywood gossips ayushmann khurrana unicef