પર્ફોર્મન્સ દરમ્યાન લોકો જે પ્રકારે ચીસો પાડતા એને બહુ મિસ કરું છું

17 December, 2020 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પર્ફોર્મન્સ દરમ્યાન લોકો જે પ્રકારે ચીસો પાડતા એને બહુ મિસ કરું છું

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના પોતાના પર્ફોર્મન્સ દરમ્યાન લોકો જે પ્રકારે ચીસો પાડતા હતા એને મિસ કરી રહ્યો છે. તે સ્ટેજને પણ એટલું જ મિસ કરી રહ્યો છે. પોતાનો જૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષ્માને કૅપ્શન આપી હતી કે ‘હું સ્ટેજને મિસ કરું છું. મારા પર્ફોર્મન્સ દરમ્યાન લોકો ચીસો પાડતા હતા એને મિસ કરી રહ્યો છું. ભીડમાં લોકો મારા હાથનો સ્પર્શ કરતા હતા એને મિસ કરી રહ્યો છું. ઈસ્ટર્ન યુરોપના લોકલ આર્ટિસ્ટ્સના પર્ફોર્મન્સને પણ મિસ કરી રહ્યો છું. સાથે જ કૉન્સર્ટમાં મોડો પડતાં શો હાથમાંથી છૂટી જતો એને પણ મિસ કરી રહ્યો છું.’

entertainment news bollywood bollywood news ayushmann khurrana